
બાંગ્લાદેશ પરત ફરવાનો પ્લાન જણાવ્યો પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ સ્વદેશ વાપસીની જાહેરાત કરી તેમણે કહ્યું છે કે તેઓ આ જ વર્ષે બાંગ્લાદેશ પરત ફરી જશે : તેમણે અવામી લીગને માત્ર એક પક્ષ નહીં, પરંતુ પોતાની તાકાત ગણાવી બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બે વર્ષ પહેલા થયેલા સત્તા પરિવર્તનને કારણે પોતાનો દેશ છોડીને ભારત આવેલા શેખ હસીનાએ વાપસીને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ આ જ વર્ષે બાંગ્લાદેશ પરત ફરી જશે. તેમણે અવામી લીગને માત્ર એક પક્ષ નહીં, પરંતુ પોતાની તાકાત ગણાવી. બાંગ્લાદેશમાં વર્ષ ૨૦૨૪ના મધ્યમાં મોટા પાયે વિરોધ અને હિંસા થઈ હતી, જે બાદ ભીડ વડાપ્રધાન આવાસ સુધી પહોંચી ગઈ હતી. જેના કારણે તેમણે પોતાનો દેશ છોડીને ભાગવું પડ્યું હતું અને ભારત સાથે સારા સંબંધો હોવાને કારણે તેઓ ત્યારથી નવી દિલ્હીમાં રહી રહ્યા છે. હસીનાએ સ્પષ્ટ કરી દીધું છે કે આ વર્ષના અંતમાં તેઓ બાંગ્લાદેશ પરત ફરી જશે. હસીનાને બાંગ્લાદેશમાં ફાંસીની સજા મળેલી છે.
શેખ હસીનાના ભારત આવ્યા બાદ તેમને વડાપ્રધાન પદ પરથી પણ હટાવી દેવામાં આવ્યા હતા. તેમની સામે સ્થાનિક સ્તરે ભારે રોષ હતો. જાે કે, બાદમાં આખી દુનિયાને ખબર પડી ગઈ કે તે આંદોલન બાંગ્લાદેશના ભલા માટે નહીં, પરંતુ તેને વધુ કટ્ટરતા તરફ લઈ જવા માટે જ હતું. હસીના પછી મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર ચાલી, જેમાં જાેરદાર રમખાણો થયા. હિન્દુઓને ભારે પ્રતાડિત કરવામાં આવ્યા. કેટલાયને તો જીવતા જ મારી નાખવામાં આવ્યા અને મોટાભાગના લોકોના મંદિરો, ઘરોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશને યુનુસથી મુક્તિ મળી અને તારિક રહમાન નવા વડાપ્રધાન બન્યા. આ પછી, ભારત અને બાંગ્લાદેશના સંબંધો સુધરવા લાગ્યા છે.
ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જ્યારે શેખ હસીનાને પૂછવામાં આવ્યું કે તમે ઘણી વખત સંકેત આપ્યા છે કે તમે ટૂંક સમયમાં બાંગ્લાદેશ પરત ફરી શકો છો, તો તેના પર તેમણે જવાબ આપ્યો- મારી વાપસી કોઈ વ્યક્તિગત મહત્વાકાંક્ષાનો સવાલ નથી. આ એક બહુ મોટા સવાલ સાથે જાેડાયેલું છે. બાંગ્લાદેશના લોકોના રાજકીય અધિકારો, લોકશાહીનું પુન:સ્થાપન, કાયદાનું શાસન સ્થાપિત કરવું ખૂબ જ જરૂરી છે. હું સત્તા માટે રાજકારણ નથી કરતી અને બાંગ્લાદેશના લોકોના ભલા માટે કરું છું. હું બંગબંધુ શેખ મુજીબુર રહમાનના સોનાર બાંગ્લા બનાવવાના સપનાને પૂરું કરવા માટે રાજકારણમાં આવી અને તેને પૂરું કરવા માટે કામ કરું છું. હું સાફ-સાફ કહી દેવા માંગુ છું કે દરેક અડચણ અને ષડયંત્રને પાર કરીને હું આ વર્ષે મારા દેશ પરત ફરી જઈશ. આ ર્નિણય મારા માટે ન્યાય નથી. આ ગેરકાયદેસર, ગેરબંધારણીય અને રાજકારણથી પ્રેરિત છે. ન્યાયતંત્રને અવામી લીગની લીડરશિપ પાસેથી બદલો લેવાનું એક માધ્યમ બનાવી દેવામાં આવ્યું. આ પ્રકારના પ્રયાસો પહેલા પણ થયા, ત્યારે પણ નિષ્ફળ રહ્યા, અત્યારે પણ નિષ્ફળ રહેશે. હું મોતથી ડરતી નથી. ૧૯૭૫માં મેં મારા પિતા, મારા ભાઈઓ અને લગભગ મારા આખા પરિવારને ગુમાવી દીધો. ૨૧ ઓગસ્ટે મને ગ્રેનેડથી મારવાનો પ્રયાસ થયો હતો. મારી વિરુદ્ધ ઘણી વખત ષડયંત્રો રચાયા, પરંતુ દર વખતે હું તેમાંથી બહાર આવી.





