
અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. ડેનવરમાં ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ન્યૂઝ એજન્સી એપીએ પોલીસને ટાંકીને આ માહિતી આપી છે.
સાત ગોળીઓથી વીંધવામાં આવ્યા હતા
પોલીસે જણાવ્યું કે ફાયરિંગની ઘટના દલીલ દરમિયાન બની જ્યારે કેટલાક લોકો બસમાં સવાર હતા. તેમણે જણાવ્યું કે આ દરમિયાન 13 વર્ષના આરોપીએ 60 વર્ષના રિચર્ડ સાંચેઝ પર હેન્ડગનથી સાત ગોળીઓ ચલાવી, જેના કારણે રિચર્ડનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.