ગ્રીસના વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ અને તેમની પત્ની મારેવા ગ્રાબોવસ્કી-મિત્સોટાકિસ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. ગ્રીક પીએમને રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કિરિયાકોસ મિત્સોટાકિસ પણ તેમની પત્ની સાથે રાજઘાટ ગયા હતા. ત્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ગ્રીસના પીએમએ કહ્યું કે ભારતની મુલાકાત લેવી તેમના માટે સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે ગ્રીસ માટે ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારી વિશેષ મહત્વ ધરાવે છે.
Kyriakos Mitsotakisએ જણાવ્યું હતું કે, “થોડા મહિના પહેલા વડાપ્રધાનની ગ્રીસની મુલાકાતના અનુસંધાનમાં, સત્તાવાર સરકારી મુલાકાતે ભારતમાં આવવું મારા માટે સૌભાગ્યની વાત છે. ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારી ગ્રીસ માટે વિશેષ મહત્વની છે. પરામર્શ, વ્યૂહાત્મક ભાગીદારી અને બંને દેશોની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ચર્ચા કરવાની તક. તેથી અહીં આવવું ખરેખર એક વિશેષાધિકારની વાત છે, હું વડા પ્રધાન તરીકે અમારી વચ્ચે ચર્ચાની રાહ જોઈ રહ્યો છું. તમને જણાવી દઈએ કે ગ્રીસના વડાપ્રધાન 21 અને 22 ફેબ્રુઆરી સુધી ભારતની સરકારી મુલાકાતે છે.
Kyriakos Mitsotakis અને PM મોદી દ્વિપક્ષીય વાટાઘાટો માટે દિલ્હીના હૈદરાબાદ હાઉસ પહોંચ્યા.