
૨૦૨૬ સુધી જી-૨૦ દેશોના સમૂહનું નેતૃત્વ અમેરિકા કરશે.દ. આફ્રિકાને US માં યોજાનારી જી-૨૦માં આમંત્રણ નહીં: ટ્રમ્પદક્ષિણ આફ્રિકા કોઇપણ જગ્યાએ અને કોઇપણ જૂથનું સભ્યપદ મેળવવા માટે લાયકાત અને પાત્રતા ધરાવતો નથી: ટ્રમ્પ અમેરિકન પ્રમુખપદ હેઠળ આગામી વર્ષે ફલ્રોરિડાના માયામી ખાતે યોજાનારી જી-૨૦ દેશોના શિખર સંમેલનમાં દક્ષિણ આફ્રિકાને મંત્રણ નહીં મળે એમ ડોનાલ્ડ ટ્રમ્પે કહેતાં ઉમેર્યું હતું કે દક્ષિણ આફ્રિકા કોઇપણ જગ્યાએ અને કોઇપણ જૂથનું સભ્યપદ મેળવવા માટે લાયકાત અને પાત્રતા ધરાવતો નથી.
અમેરિકા ૧ ડિસેમ્બર-૨૦૨૫ના રોજ દક્ષિણ આફ્રિકા પાસેથી જી-૨૦ દેશોનું પ્રમુખપદ લેશે અને ત્યારબાદ ૩૦ નવેમ્બર-૨૦૨૬ સુધી જી-૨૦ દેશોના આ સમૂહનું નેતૃત્વ અમેરિકા કરશે. આફ્રિકન, ડચ, જર્મન અને ફ્રેંચ વસાહતી ઉપર ગુજારવામાં આવેલાં અત્યાચાર અને તેઓના માનવ અધિકારના ભંગનો ઉકેલ લાવવા અથવા તો તેઓ પર અત્યાચારો થયા હતા એવો એકરાર કરવાનો પણ દક્ષિણ આફ્રિકાએ ન્કાર કરી દીધો હતો જેના વિરોધમાં અમેરિકાએ તાજેતરમાં યોજાયેલી જી-૨૦ દેશોની બેઠકમાં હાજરી આપી નહોતી એમ પ્રમુખ ટ્રમ્પે ટ્રૂથ ઉપર મૂકેલી એક પોસ્ટમાં કહ્યું હતું.તેમણે વધુમાં કહ્યું હતું કે ખુદ દક્ષિણ આફ્રિકાએ જ વિશ્વને દેખાડી દીધું છે કે તે કોઇપણ જગ્યાએ અને કોઇપણ જૂથનું સભ્યપદ મેળવવાની લાયકાત કે પાત્રતા ધરાવતુ નથી એમ ટ્રમ્પે દક્ષિણ આફ્રિકાની આકરી આલોચના કરતાં કહ્યું હતું.




