
આ બિલના અમલથી ૧૮૦ દિવસની અંદર રિપોર્ટ ફાઈલ કરાશ.ટ્રમ્પે ભારત સાથે સહયોગ વધારવા માટેના સંરક્ષણ નીતિ બિલ પર હસ્તાક્ષર કર્યા.ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના ખતરાનો સામનો કરવા વધુ મજબૂત સહયોગ પર ભાર અપાશે.અમેરિકાના રાષાટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ભારત સાથે સહયોગ વધારવા સંલગ્ન રાષ્ટ્રીય રક્ષા નીતિ બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ બિલમાં ભારત સાથે ગહન લશ્કરી અને વ્યૂહાત્મક સહયોગ વધારવાને પ્રાથમિકતા આપવાનો ઉલ્લેખ છે. સાથે જ ક્વોડની મદદથી ચીન સામેના ખતરાનો સામનો કરવા સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર અપાશે. ક્વોડના માધ્યમથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સ્વતંત્ર અને ખુલી રીતે સુરક્ષિત કરવા પર ધ્યાન આપવામાં આવશે. આ બિલમાં જણાવાયું છે કે, વિદેશ સચિવે અમેરિકા-ભારત વ્યૂહાત્મક સુરક્ષા સંવાદ અંતર્ગત ભારત સરકાર સાથે પરમાણુ ઉત્તરદાયિત્વ નિયમો પર એક સંયુક્ત સલાહકાર તંત્ર સ્થાપિત કરવું પડશે. આ તંત્રના માધ્યમથી બન્ને દેશો નિયમિત મુલાકાત કરીને ૨૦૦૮માં થયેલી શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જા ઉપયોગ સમજૂતિના અમલીકરણનું મૂલ્યાંકન કરશે અને ભારતના સ્થાનિક પરમાણુ નિયમોને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુરૂપ લાવવાની તક પર ચર્ચા કરશે.રક્ષા વિભાગ અને વિદેશ વિભાગના અધિકારીઓને ર્નિદેશ આપવામાં આવ્યો હતો કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાના રક્ષા ગઠબંધન અને સહયોગને મજબૂત બનાવવાના પ્રયત્નો ચાલુ રાખવામાં આવે.
આ કવાયત અંતર્ગત જ ભારત સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગ વધારવા, લશ્કરી અભ્યાસમાં ભાગીદારી, રક્ષા વેપારનું વિસ્તરણ અને માનવીય સહાયતા તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહયોગને પ્રાથમિકતા અપાશે.આ બિલ શક્તિના માધ્યમથી શાંતિના એજન્ડાને સાકાર કરવા, સ્થાનિક તેમજ વિદેશી જાેખમ સામે સુરક્ષા સુનિશ્ચિત કરશે. સાથે જ બિલ રક્ષા ઉદ્યોગને મજબૂત કરવામાં મદદ કરશે અને બિનજરૂરી તથા ઉગ્રવાદી કાર્યક્રમ પાછળ થતા ખર્ચને નાબૂદ કરવામાં મદદરૂપ બનશે.ઉલ્લેખનીય છે કે ક્વોડ જેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે, ૨૦૧૭માં ચીનની આક્રમક હિલચાલનો મુકાબલો કરવા માટે સ્થાપિત કરાયું હતું. બિલમાં જણાવાયું છે કે, રક્ષા તથા વિદેશ સચિવે મળીને રક્ષા ઔદ્યોગિક પાયાને મજબૂત કરવા વ્યૂહરચના તૈયાર કરવી પડશે.ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા, ફિલિપાઈન્સ, ન્યૂઝીલેન્ડ વગેરે સહયોગી દેશોને સુરક્ષા માટેની પહેલમાં સામેલ કરવા આમંત્રિત કરાશે. આ બિલના અમલથી ૧૮૦ દિવસની અંદર તથા ત્યારબાદ પાંચ વર્ષ સુધી પ્રતિ વર્ષ સંયુક્ત રિપોર્ટ પણ પ્રસિદ્ધ કરાશે.




