
ટ્રમ્પના કારણે શેરબજાર કડડભૂસ!.૫૦૦ ટકા ટેરિફની ધમકી બાદ સેન્સેક્સમાં ૭૮૦ પોઇન્ટનો કડાકો.ગુરુવારે સેન્સેક્સમાં ૭૮૦ પોઇન્ટનો કડાકો થયો હતો જ્યારે નિફ્ટીમાં ૨૬૩ પોઇન્ટનો ઘટાડો જાેવા મળ્યા.ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો વણસી રહ્યા છે. ત્યારે તેની સીધી અસર શેર બજાર પર જાેવા મળી રહી છે. અમેરિકાની ટેરિફની ધમકીઓ વચ્ચે આજે શેર બજારમાં સતત ચોથા દિવસે કડાકો જાેવા મળ્યો.
ગુરુવારે સેન્સેક્સમાં ૭૮૦ પોઇન્ટનો કડાકો થયો. જ્યારે નિફ્ટીમાં ૨૬૩ પોઇન્ટનો ઘટાડો જાેવા મળ્યો. આજે બપોરે સેન્સેક્સ ૮૪,૧૮૦.૯૬ પોઇન્ટ જ્યારે નિફ્ટી ૨૫,૮૭૬.૮૫ પર બંધ થયું. સૌથી મોટો કડાકો ઓઇલ અને મેટલ કંપનીઓના શેરમાં જાેવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે ભારત મોટા પ્રમાણમાં રશિયાથી ઓઇલ ખરીદે છે. બીજી તરફ અમેરિકા સતત ભારતને ઓઇલ ન ખરીદવા દબાણ કરી રહ્યું છે. એવામાં અમેરિકામાં હવે નવું બિલ આવી રહ્યું છે. જે અનુસાર રશિયાથી ઓઇલ ખરીદતા દેશો પર ૫૦૦ ટકા ટેરિફ ઝીંકવામાં આવશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ર્નિણય બાદ ભારતીય રોકાણકારોના ધબકારા વધ્યા છે. જાે આ ટેરિફ લાગુ થાય તો ભારત-અમેરિકાના વેપારને જાેરદાર ફટકો પડશે. અમેરિકામાં ભારતીય પ્રોડક્ટ્સના ભાવ આસમાને પહોંચી જશે. જેના કારણે ભારતીય વેપારીઓને મોટા નુકસાનની આશંકા છે. જાેકે અમેરિકાની આ ધમકીઓ હજુ સુધી ભારતની કેન્દ્ર સરકારે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ભારત જ નહીં જાપાન અને હોંગકોંગના શેરબજારમાં પણ આજે કડાકો જાેવા મળ્યો હતો.




