શ્રીલીલાની એક ઝલક માટે ચાહકોની પડાપડી ચેન્નઈના થિયેટરની બહાર શ્રીલીલાને જાેવા ઉમટી ચાહકોની ભારે ભીડ ધનુષની ફિલ્મ ઓમનો પ્રથમ શો જાેયા બાદ અભિનેત્રી બહાર નીકળતાં સેલ્ફી માટે ચાહકોએ કરી પડાપડી દક્ષિણ ભારતીય અભિનેત્રી શ્રીલીલા પોતાની ફિલ્મ ‘ઓમ’ના પ્રથમ દિવસના પ્રથમ શો માટે ચેન્નઈના કમલા સિનેમામાં પહોંચી હતી. જાેકે, ફિલ્મનું સ્ક્રીનિંગ પૂરું થયા બાદ જ્યારે તે થિયેટરની બહાર નીકળી ત્યારે તેને જાેવા અને તેની સાથે સેલ્ફી લેવા ચાહકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. જાેતજાેતામાં એવી પરિસ્થિતિ સજાર્ી કે અભિનેત્રીને સુરક્ષિત રીતે બહાર લઈ જવા માટે સુરક્ષાકર્મીઓએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ધનુષ અભિનીત ફિલ્મ ‘ઓમ : ઓપરેશન મોલ’ ૨૦ નવેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. રાજકુમાર પેરિયાસામીના ર્નિદેશનમાં બનેલી આ એક્શન-સ્પાય થ્રિલરમાં ધનુષ ઉપરાંત સાઈ પલ્લવી, મામૂટી, નસીરુદ્દીન શાહ અને શ્રીલીલા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની રિલીઝને લઈને ચાહકોમાં પહેલેથી જ ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો.શ્રીલીલા ફિલ્મનો પ્રથમ શો જાેવા માટે સામાન્ય દર્શકોની વચ્ચે થિયેટરમાં પહોંચી હતી. તેના આગમનથી દર્શકોનો ઉત્સાહ વધી ગયો હતો. ફિલ્મ પૂરી થયા બાદ તે બહાર નીકળતાં જ મોટી સંખ્યામાં ચાહકો તેની આસપાસ એકઠા થઈ ગયા હતા. અનેક લોકો તેની તસવીરો લેવા અને નજીકથી જાેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં શ્રીલીલા ભીડમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી જાેવા મળે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષાકર્મીઓએ આગળૈં આવીને રસ્તો ખાલી કરાવ્યો હતો અને અભિનેત્રીને સુરક્ષિત રીતે તેની કાર સુધી પહોંચાડી હતી.થિયેટરની અંદરના વીડિયોમાં શ્રીલીલા દર્શકોનું અભિવાદન કરતી અને તેમની સાથે સમય વિતાવતી પણ જાેવા મળી હતી. ફિલ્મ જાેયા બાદ મીડિયા સાથે વાત કરતાં તેણે આ અનુભવને અદભૂત અને સુંદર ગણાવ્યો હતો. તેણે કહ્યું કે દર્શકો સાથે ફિલ્મ જાેવી તેના માટે સ્વપ્ન સાકાર થવા સમાન અનુભવ હતો. સાથે જ તેણે દર્શકોને આ ફિલ્મ જાેવા અને તેને બહોળો પ્રતિસાદ આપવાની પણ અપીલ કરી હતી.




