મુશ્કેલીમાં શરદ કપૂરને મળ્યો શાહરૂખનો સાથ સલમાન અને સોનુ બાદ શાહરૂખ ખાને પણ શરદ કપૂરને મદદનો હાથ લંબાવ્યો કામ માટે અપીલ કરનાર જૂના કો-સ્ટારને કિંગ ખાને કર્યાે ફોન, મદદની ખાતરી આપી અને આર્યન સાથે મુલાકાતની વાત કરી
શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘જાેશ’માં કામ કરનાર અભિનેતા શરદ કપૂરે થોડા દિવસો પહેલા બોલિવૂડ પાસે કામ માટે અપીલ કરી હતી. ત્યારબાદ સોનુ સૂદથી લઈને સલમાન ખાન સુધી ઘણા સ્ટાર્સે અભિનેતાના મુશ્કેલ સમયમાં તેની મદદ કરવા માટે આગળ આવ્યા હતા.સલમાન ખાન બાદ હવે શાહરૂખ ખાને મોટું દિલ બતાવ્યું છે, તેણે પોતાના જૂના કો-સ્ટાર શરદ કપૂરની મદદ માટે હાથ લંબાવ્યો છે. શરદે તાજેતરમાં જણાવ્યું કે શાહરૂખ ખાને સામેથી મને ફોન કર્યાે હતો. તેમણે એ પણ જણાવ્યું કે કિંગ ખાન સાથે તેમની શું વાતચીત થઈ.એક અહેવાલ પ્રમાણે શરદ કપૂરે શાહરૂખ ખાન સાથે થયેલી વાતચીત અંગે જણાવ્યું કે, ‘હું જે કામ માંગી રહ્યો હતો, તે વીડિયો વાઈરલ થયા બાદ શાહરૂખ ખાને મને તરત જ ફોન કર્યાે. તેમણે મને કહ્યું કે તારે જે કરવું હોય તે કર. હું તારી મદદ કરીશ. હું થોડા જ સમયમાં આર્યન ખાનને પણ મળવાનો છું.’ જાેકે, શરદ અને આર્યનની આ મુલાકાત કોઈ પ્રોજેક્ટ અંગે છે કે કેમ, તેની વિગતો અભિનેતાએ શેર નથી કરી.‘જાેશ’ દરમિયાન શાહરૂખ ખાન સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતાં શરદ કપૂરે કહ્યું, ‘જે સમયે અમે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે અમારો બોન્ડ ખૂબ જ સારો હતો. જ્યારે પણ શાહરૂખ ખાનને કોઈ ડાયલોગ બોલવામાં તકલીફ પડતી, ત્યારે હું તેમની મદદ કરતો હતો, પછી ભલે તે સીન મારી વિરુદ્ધ જ કેમ ન હોય. હું બસ એ જ ઈચ્છતો હતો કે અમે એક સારી ફિલ્મ બનાવીએ. શાહરૂખ ખાન એક કોન્ફિડન્ટ એક્ટર છે, તેઓ ખૂબ જ મોટા માણસ છે.’આ જ ઈન્ટરવ્યુમાં શરદ કપૂરે એ પણ જણાવ્યું કે, સોનુ સૂદે મને મળ્યા બાદ મારા માટે ડોક્ટરોની એક ટીમ અરેન્જ કરી અને પગની ઈજા માટે મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. હું પોતાની સારવાર માટે કરજત જવાનો છું.જેમને ખબર નથી, તેમને જણાવી દઈએ કે, શરદ કપૂરે માત્ર ઐશ્વર્યા રાય અને શાહરૂખ ખાન સાથે મોટી ફિલ્મ ‘જાેશ’માં જ કામ નથી કર્યું, પરંતુ ૯૦ અને ૨૦૦૦ના દાયકામાં તેઓ ઘણા સપોર્ટિંગ અને વિલનના પાત્રોમાં મોટા પડદા પર જાેવા મળ્યા હતા. શરદે ‘દસ્તક’, ‘જાની દુશ્મન’, ‘યે હૈ જલવા’, ‘લાલ સલામ‘, ‘એલઓસી કારગિલ’, ‘લક્ષ્ય’, ‘જય હો’ જેવી ઘણી મોટી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે.




