
અમેરિકામાં એરફોર્સના એક સૈનિકે પોતાની જાતને આગ લગાવી દીધી. આ સનસનીખેજ ઘટના અમેરિકાથી સામે આવી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટના વોશિંગ્ટનમાં ઈઝરાયેલ એમ્બેસીની સામે બની હતી. આ ઘટનાને અંજામ આપવા માટે સૈનિકે પોતે લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું, જો કે બાદમાં આ વીડિયો હટાવી લેવામાં આવ્યો હતો.
સૈનિકે પોતાની જાતને આગ લગાવી, ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી
અમેરિકાના વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસની બહાર એરફોર્સના એક સૈનિકે પોતાની જાતને આગ લગાવી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સ્થાનિક સમય અનુસાર રવિવારે બપોરે બની હતી.
