
માર્યા ગયેલા આતંકવાદીઓને નાતાલની શુભેચ્છાઓ: ડોનાલ્ડ ટ્રમ્પ.US ની નાઈજિરિયામાં ISIS ના બે અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક.નાઈજીરિયામાં જાન્યુઆરીથી ૧૦મી ઓગસ્ટ-૨૦૨૫ સુધીમાં ધાર્મિક હિંસાને કારણે ૭૦૦૦થી વધુ ખ્રિસ્તીઓની હત્યા કરવામાં આવી.અમેરિકાએ ગુરુવારની રાત્રે નાઈજીરિયામાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના બે સ્થળો પર એરસ્ટ્રાઇક કરી છે. આ માહિતી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આપી છે. ટ્રમ્પનો આક્ષેપ છે કે, અહીં આઈએસઆઈએસ ખ્રિસ્તીઓને ટાર્ગેટ બનાવીને ક્રૂર હત્યા કરી રહ્યું છેરાષ્ટ્રપતિ ટ્રમ્પે આતંકવાદીઓને ‘આતંકી કચરો’ ગણાવીને લખ્યું કે, આ સંગઠન લાંબા સમયથી નિર્દાેષ ખ્રિસ્તીઓની હત્યા કરી રહ્યું છે. આ ઓપરેશનમાં અમેરિકાના સૈન્યે કેટલીક પરફેક્ટ એરસ્ટ્રાઇક કરી છે. આ સાથે ટ્રમ્પે એ બાબત પણ સ્પષ્ટ કરી છે કે, અમેરિકા કટ્ટર ઈસ્લામિક આતંકવાદને પ્રસરવા દેશે નહીં.સોશિયલ મીડિયા પોસ્ટના અંતમાં ટ્રમ્પે લખ્યું કે, માર્યા ગયેલા તમામ આતંકવાદીઓને નાતાલની શુભેચ્છાઓ. જાે ખ્રિસ્તીઓની હત્યા ચાલું રહેશે તો આગળ પણ આતંકીઓ માર્યા જશે.
આ સાથે ટ્રમ્પે સંરક્ષણ મંત્રાલયને ‘ડિપાર્ટમેન્ટ ઓફ વોર’ કહીને સૈન્યના વખાણ કર્યા અને કહ્યું કે આવી નક્કર કાર્યવાહી ફક્ત અમેરિકા જ કરી શકે છે.ઈન્ટરનેશનલ સોસાયટી ફોર સિવિલ લિબર્ટી એન્ડ ધ રુલ ઓફ લોના અહેવાલ મુજબ, નાઈજીરિયામાં જાન્યુઆરીથી ૧૦મી ઓગસ્ટ-૨૦૨૫ સુધીમાં ધાર્મિક હિંસાને કારણે ૭૦૦૦થી વધુ ખ્રિસ્તીઓની હત્યા કરવામાં આવી છે. આ હત્યાઓની જવાબદારી આતંકી સંગઠન – બોકો હરમ અને ફુલાની જેવા આતંકી સંગઠનોએ લીધી છે. ગિનીની ખાડીમાંથી છોડાયેલા અમેરિકાની મિસાઈલો નાઈજીરિયાના સોકોતો રાજ્યમાં આઈએસઆઈએસના બે અડ્ડાઓ પર પડી હતી. આ વિસ્તાર નાઈજરની સરહદની પાસે છે, જ્યાં આઈએસઆઈએસ-સહેલ નામનું સંગઠન સક્રિય છે.




