
ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી હુમલો થયો તો અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઈશું! ચીન ઈરાનને આપશે અત્યાધુનિક સુપરસોનિક મિસાઇલો
અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે હવે ચીન ખુલીને ઈરાનના પક્ષમાં આવી ગયું છે.
ચીને વોશિંગ્ટનને સીધી ધમકી આપી છે કે જાે અમેરિકા તેહરાન(ઈરાન) પર હુમલો કરશે, તો ચીન તરત જ રેર મેટલની નિકાસ રોકી દેશે. આ ધમકી અત્યંત ગંભીર માનવામાં આવે છે કારણ કે અમેરિકા તેની જરૂરિયાતના ૯૦% રેર મેટલ ચીન પાસેથી જ ખરીદે છે. જાે ચીન આ સપ્લાય અટકાવે, તો માત્ર ૪૮ કલાકની અંદર અમેરિકાની આખી ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ થઈ શકે છે.
રેર મેટલ અત્યાધુનિક હ્લ-૩૫ ફાઇટર જેટ્સ, મિસાઇલ ગાઇડન્સ સિસ્ટમ અને હાઇ-ટેક ઈલેક્ટ્રોનિક ચિપના ઉત્પાદનમાં પાયાનું ઘટક છે. આ કિંમતી ધાતુઓના પુરવઠા વિના અમેરિકાની સૈન્ય તાકાત અને સંરક્ષણ પ્રણાલી સંપૂર્ણપણે પાંગળી બની શકે તેમ છે.
બીજી તરફ, ચીન હવે ઈરાનને અત્યાધુનિક હથિયારો વેચવાની પણ તૈયારી કરી રહ્યું છે. અહેવાલો મુજબ, ઈરાન ચીન પાસેથી CM-302 સુપરસોનિક એન્ટી-શિપ મિસાઇલો ખરીદવા જઈ રહ્યું છે, જે ૨૯૦ કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે અને અમેરિકાના એરક્રાફ્ટ કેરિયર કે વિનાશક જહાજાેને ડૂબાડવા માટે સક્ષમ છે.
ચીન માટે ઈરાન એટલે મહત્ત્વનું છે કારણ કે ચીન પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ ઈરાન પાસેથી ખરીદે છે. આ ઉપરાંત, જાે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થાય તો હોર્મુઝની સ્ટ્રેટ(દરિયાઈ માર્ગ) બંધ થઈ શકે છે, જે ચીનના આંતરરાષ્ટ્રીય વેપાર માટે આર્થિક રીતે મોટું નુકસાન સાબિત થઈ શકે. આમ, ચીન પોતાના આર્થિક અને સામરિક હિતોના રક્ષણ માટે હવે અમેરિકા સામે ઈરાનનું કવચ બનીને ઊભું રહ્યું છે.




