
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા અમેરિકાએ અમેરિકનો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. યુ.એસ.એ તેના નાગરિકોને સાવચેતી રાખવા તેમજ ચૂંટણી સંબંધિત હિંસા અંગે ચેતવણી આપી છે.
પાકિસ્તાનમાં યુએસ એમ્બેસીએ શુક્રવારે (2 ફેબ્રુઆરી) એક એડવાઈઝરી જારી કરી છે. યુ.એસ.એ તેના નાગરિકોને તેઓ જે વિસ્તારોની મુલાકાત લેવાની યોજના ધરાવે છે ત્યાં રાજકીય રેલીઓના સ્થાનો વિશે સતર્ક અને જાગૃત રહેવા જણાવ્યું હતું.