
રશિયા-યુક્રેન યુદ્ધમાં અમેરિકાની મદદના બદલામાં યુક્રેનના ખનિજ સંસાધનોના અધિકારો અંગે ટ્રમ્પ ઉત્સાહિત છે. હવે અમેરિકા આ બાબતે એક ડગલું આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખનિજ સંસાધનોને લગતો સોદો ન કરવા બદલ યુક્રેનમાં એલોન મસ્કની માલિકીની સ્ટારલિંકની કનેક્ટિવિટી હવે કાપી નાખવાનું વિચારી રહ્યું છે. યુક્રેનિયન અને અમેરિકન અધિકારીઓ વચ્ચેની ચર્ચામાં પણ આ મુદ્દા પર ચર્ચા થઈ છે.