
ઈરાન અને પાકિસ્તાન ભલે પરસ્પર મિત્રતાની વાત કરે, પરંતુ બંને પાડોશી દેશોમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ઈરાને ફરી એકવાર પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ઈરાને ગયા મહિને પણ પાકિસ્તાન પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ પછી બંને દેશોમાં તણાવ સર્જાયો હતો. ઈરાને કહ્યું છે કે તેણે આતંકી સંગઠન જૈશ અલ-અદલ પર હુમલો કર્યો છે. જાણો આ કઈ સંસ્થા છે, તેનું નેટવર્ક કેવી રીતે કામ કરે છે?
ઈરાનના સરકારી મીડિયા અનુસાર ઈરાની સૈન્ય દળોએ પાકિસ્તાની વિસ્તારમાં ઘૂસીને આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના વરિષ્ઠ કમાન્ડર ઈસ્માઈલ શાહબખ્શ અને તેના કેટલાક સહયોગીઓને મારી નાખ્યા છે. બંને દેશોએ એકબીજા પર હવાઈ હુમલા કર્યાના એક મહિના બાદ જ ઈરાનની સેનાએ સશસ્ત્ર સંઘર્ષમાં એક આતંકવાદી જૂથ પર હુમલો કર્યો છે અને ઘણા આતંકવાદીઓને ઠાર કર્યા છે.

જૈશ અલ-અદલનું નેટવર્ક કેવી રીતે કામ કરે છે?