Tamil Nadu:તમિલનાડુના સાલેમમાં એક મોટો અકસ્માત થયો છે. તમને જણાવી દઈએ કે મંગળવારે સાંજે યરકૌડ ઘાટ રોડ પર 11મા હેરપિન ટર્ન પર એક ખાનગી બસ પડતાં 5 લોકોનાં મોત થયાં હતાં અને 15 ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ખાનગી બસ યરકૌડથી સાલેમ જઈ રહી હતી અને 56 મુસાફરોને લઈને તે કાબૂ ગુમાવી દીધી અને ખાડામાં ખાબકી. બસ જ્યારે 13મા હેરપિન ટર્ન પર જઈ રહી હતી ત્યારે સાઇડવૉલ સાથે અથડાતાં ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે બસ 11મા હેરપિન ટર્ન પર ક્રેશ લેન્ડિંગ પહેલા ખાઈમાં પડી હતી. દુર્ઘટના સ્થળ પર હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે.
આશરે 20 ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા અને યરકૌડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ હાલમાં સારવાર હેઠળ છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “યરકૌડ પોલીસે અકસ્માતના સંબંધમાં ફરિયાદ નોંધી છે અને તપાસ ચાલી રહી છે.”
વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
તેમણે જણાવ્યું હતું કે ઘાયલ મુસાફરોમાંના ઘણા તેમના ઘરે પરત ફરતા બાંધકામ કામદારો હતા. ઘટના બાદ પોલીસ અને ગ્રામજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સમય દરમિયાન, બસની અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે સાલેમની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં મદદ કરી હતી.
તેમણે કહ્યું કે સાલેમ જતી બસ ઘાટ રોડ પરથી નીચે ઉતરી રહી હતી, જ્યારે 11મા હેરપિન ટર્ન પર ડ્રાઈવરે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને બસ ઘાટ રોડ પરથી નીચે પડી ગઈ.