લોકસભા ચૂંટણીના આજે પરિણામો જાહેર થઈ રહ્યાં છે. અમદાવાદની પૂર્વ બેઠકનો પર જીતનો બાજીગર કોણ બન્યો, તેમનું નામ સામે આવ્યું છે.
અમદાવાદ પૂર્વ બેઠક પર છેલ્લા 35 વર્ષથી ભાજપનો દબદબો રહ્યો છે. જે દબદબો 2024માં પણ યથાવત રહ્યો છે. અહીં બીજેપીના હસમુખ પટેલની જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે, 1989 પછી અહીં કોંગ્રેસ એક પણ વખત નથી જીતી શક્યું.
જાણો કોણ છે હસમુખ પટેલ ?
હસમુખ પટેલ જેમણે ડિપ્લોમાં સુધી અભ્યાસ કરેલો છે. 2019માં પરેશ રાવલલની ટિકિટ કાપીને હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જેઓ અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે. જો કે, 2019 બાદ 2024માં પણ ભાજપે તેમના પર ભરોષો મુક્યો હતો અને તે તેમણે બરકરાર રાખ્યો છે
કોણ છે હિંમતસિંહ પેટલ
62 વર્ષીય હિંમતસિંહએ SSC સુધીનો અભ્યાસ કરેલો છે. જેઓ
અમદાવાદમાં મેયર રહી ચુક્યા છે. જેઓ બાપુનગર બેઠકના પૂર્વ ધારાસભ્ય તેમજ વર્તમાનમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ છે. જેઓ
અમદાવાદ કોંગ્રેસનો જાણીતો ચહેરો છે.
2019ની ચૂંટણીનું પરિણામ
2019ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલની જીત થઈ હતી. જેમાં તેમને 7,49,834 જેટલા મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ગીતા પટેલને 3,15,504 મત મળ્યા હતા. જેમની 4,34,330 મતથી હાર થઈ હતી.
અમદાવાદ ઈસ્ટમાં કઈ વિધાનસભા બેઠક આવે ?
- દેહગામ
- ગાંધીનગર સાઉથ
- વટવા
- નિકોલ
- નરોડા
- ઠક્કરબાપાનગર
- બાપુનગર
જાતિગત સમીકરણો
આ બેઠક રાજપૂત તેમજ એસસી મતદારો અંદાજે 5.74 લાખ છે, જ્યારે ઓબીસી મતદારો 4.39 લાખ છે જ્યારે પટેલ 2.89 લાખ મતદારો છે. મુસ્લિમ 1.65 લાખ, ઠાકોર 1.29 લાખ મતદારો છે. જ્યારે બ્રાહ્મણ મતદારો 64 હજાર તેમજ
અન્ય 3.64 લાખ મતદાર છે.
કેટલું મતદાન થયું હતુ ?
અમદાવાદ ઈસ્ટ બેઠક પર કુલ 54.72 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં દેહગામમાં 54.56 ટકા જ્યારે ગાંધીનગર સાઉથમાં 58.56 ટકા તો વટવામાં 55.07 ટકા, નિકોલમાં 55.08 ટકા, નરોડામાં 50.16 ટકા, ઠક્કરબાપાનગરમાં 53.93 ટકા જ્યારે બાપુનગરમાં 53.34 ટકા મતદાન નોંધાયું હતું.