NDA: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત શપથ લે તે પહેલા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના નવા ચૂંટાયેલા સાંસદો આજે મળશે. જેમાં કેબિનેટ મંત્રીઓની યાદીને આખરી ઓપ આપવામાં આવશે.
PM મોદી અને તેમના નવા કેબિનેટ સભ્યો 9 જૂને સાંજે એક ભવ્ય સમારોહમાં શપથ લેશે. વડાપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ ઘણી રીતે ખાસ હશે.
જ્યાં એક તરફ વિશ્વભરના ટોચના નેતાઓ આ સમારોહમાં ભાગ લેશે, તો બીજી તરફ સ્વચ્છતા કાર્યકરો, ટ્રાન્સજેન્ડરો અને મજૂરો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં કુલ 8000 મહેમાનો હાજરી આપી શકે છે.