
પરેશ રાવલ પણ નજરે પડ્યા. CM યોગી પર આધારિત ફિલ્મ ‘અજેય’નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ.આ ફિલ્મમાં અભિનેતા અનંત જાેશી મુખ્યમંત્રી યોગીની ભૂમિકા ભજવી રહ્યા છે,
જ્યારે પરેશ રાવલ પણ આ ફિલ્મમાં જાેવા મળશ.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત ફિલ્મ ‘અજય- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’નું ટ્રેલર ગુરુવારે રિલીઝ થયું છે. આ ફિલ્મ ૧૯મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અભિનેતા અનંત જાેશી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે પરેશ રાવલ પણ આ ફિલ્મમાં જાેવા મળશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સંઘર્ષપૂર્ણ અને પ્રેરણાદાયક જીવનકથા હવે મોટા પડદા પર જીવંત થવા જઈ રહી છે.
સીએમ યોગીની બાયોપિક ‘અજેય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’માં એક વિદ્યાર્થીથી યોગી અને પછી એક મજબૂત નેતા બનવાની સફરને દર્શાવશે. આ ફિલ્મનું દિગ્દર્શન રવિન્દ્ર ગૌતમ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સંગીત મીત બ્રધર્સ દ્વારા આપવામાં આવ્યું છે. તેની વાર્તા લેખક શાંતનુ ગુપ્તાના લોકપ્રિય પુસ્તક ‘ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર’ થી પ્રેરિત છે. ફિલ્મમાં અનંત જાેશી ઉપરાંત, ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ (નિરહુઆ), પરેશ રાવલ, પવન મલ્હોત્રા, રાજેશ ખટ્ટર, ગરિમા વિક્રાંત સિંહ અને સરવર આહુજા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળશે.
આ ફિલ્મનું દિગ્દર્શન રવિન્દ્ર ગૌતમ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સંગીત મીત બ્રધર્સ દ્વારા આપવામાં આવ્યું છે. તેની વાર્તા લેખક શાંતનુ ગુપ્તાના લોકપ્રિય પુસ્તક ‘ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર’ થી પ્રેરિત છે.ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જન્મસ્થળથી તેમના રાજકીય કારકિર્દી સુધીની સફરને વાસ્તવિક રીતે દર્શાવવા માટે આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪માં ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું હતું. શૂટિંગ મે ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થયું હતું.




