
રાજપાલ યાદવને મોટી રાહત મળી.અભિનેતા રાજપાલ યાદવનાં જામીન મંજૂર થઈ ગયા.હાઈકોર્ટે ૧૮ માર્ચ સુધી વચગાળાના જામીન કર્યા મંજૂર.રાજપાલ યાદવ વર્ષ ૨૦૧૨ માં આવેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ સાથે જાેડાયેલ ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં બંધ હતો. ચેક બાઉન્સ કેસમાં ૧૨ ફેબ્રુઆરીનાં રોજ સુનવણી થઇ હતી, જેમાં માત્ર એક પક્ષની દલીલ સાંભળવામાં આવી હતી અને નવી તારીખ નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે એટલે કે ૧૬ ફેબ્રુઆરીએ ફરીથી જામીન અરજી પર સુનવણી થઇ અને જામીન મંજૂર કર્યાં. આ દરમિયાન અદાલતે રાજપાલ યાદવને નિર્દેશ કર્યો કે એ ફરિયાદીનાં ખાતામાં ૧.૫ કરોડ રૂપિયા જમા કરાવે. આ સાથે અભિનેતાએ આદેશ માન્યો અને ૩ વાગ્યા પહેલાં રકમ જમા કરાવડાવી. ત્યારબાદ એક્ટરના જામીન મંજૂર થયા છે. કોર્ટે આ માટે એક શરત પણ નક્કી કરી છે જેનું પાલન કરવુ અનિવાર્ય છે. આ મામલે આગળની સુનવણીની તારીખ પણ નક્કી કરવામાં આવી છે.
આગળની સુનવણી ૧૮ માર્ચનાં રોજ થશે
જાે કે રાજપાલ યાદવે ફરિયાદીનાં ખાતામાં ૧.૫ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા એની જાણકારી કોર્ટે આપી છે. ત્યારબાદ હાઇકોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા.
કોર્ટે નિર્દેશ કર્યો છે કે રાજપાલ યાદવ એમનો પાસપોર્ટ સરેન્ડર કરે. આગળની સુનવણી ૧૮ માર્ચનાં રોજ થશે, જેમાં એક્ટરે ફિઝિકલી તેમજ વીડિયો કોન્ફ્રેસિંગ દ્રારા હાજર રહેવું પડશે. રાજપાલ યાદવની ભત્રીજીના લગ્ન ૧૯ ફેબ્રુઆરીએ શાહજહાંપુરમાં થવાના છે.
આ કેસ વર્ષ ૨૦૧૦થી શરૂ થાય છે. રાજપાલ યાદવ તેમની ફિલ્મ અતા પતા લાપતા બનાવવા માગતા હતા. તેના માટે તેમણે દિલ્હીની એક કંપની મુરલી પ્રોજેક્ટ્સ પાસેથી લગભગ ૫ કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર ન ચાલી અને આર્થિક મુશ્કેલીઓ વધી ગઈ. આ પૈસા ચૂકવવા માટે તેમણે (રાજપાલ યાદવે) આપેલા ચેક બેંકમાં બાઉન્સ થયા. અહીંથી જ કેસ કોર્ટમાં પહોંચ્યો. વ્યાજ અને દંડ સાથે આ રકમ વધીને લગભગ ૯ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ.
ઉલ્લેખનીય છે કે, નીચલી કોર્ટે તેમને છ મહિનાની સજા સંભળાવી હતી. દિલ્હી હાઈકોર્ટે અનેક વખત તેમને તક આપી કે તેઓ આ પૈસા ચૂકવી દે, પરંતુ પૈસા ન ચૂકવતા કડક વલણ અપનાવ્યું અને તેમને તિહાડ જેલમાં સરેન્ડર કરવું પડ્યું. આમ, જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પૈસા ચૂકવવા માટે ચેક આપે છે અને બેંક તેને અપર્યાપ્ત ધનરાશિ અથવા અન્ય કારણે રદ્દ કરે છે, તો તેને ચેક બાઉન્સ કહેવામાં આવે છે.




