
જાે કોઈ વેચતા પકડાશે તો કાર્યવાહી થર્શેં ORS નામ પર માર્કેટમાં વેચાતા તમામ ડ્રિંક્સને હટાવવાનો આદેશફૂડ અથવા ડ્રિંક બ્રાન્ડના નામ પર ORS લખવું ખોટી બાબતઠંડા-ઠંડા, મીઠા-મીઠા પીવાના નામ પર જાે આપને પણ ર્ંઇજી લખેલું કોઈ ડ્રિંક દુકાનમાં દેખાય તો હવે સાવધાન થઈ જજાે. બની શકે કે આપને ORS કહીને કોઈ ફળના રસવાળા પેય, એનર્જી ડ્રિંક્સ, ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક્સ અને રેડી ટૂ સર્વ ડ્રિંક્સ વેચી રહ્યા હોય. આ ખેલને ખતમ કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ અથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એફએસએસએઆઈ એક્શન મોડમાં આવ્યું છે. દેશભરમાં વેચાઈ રહેલા આવા પેય જેને કંપનીઓ ર્ંઇજીના નામ પર વેચી રહી હતી, હવે બજાર અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી તરત હટાવવાનો આદેશ જાહેર કરી દીધો છે.
એફએસએસએઆઈએ ઝાટકીને કહ્યું છે કે ORS શબ્દ ખાલી WHO તરફથી નક્કી કરેલા અસલી ORS માટે ઉપયોગ કરી શકાશે. જે દવાની કેટેગરીમાં આવે છે. એટલા માટે કોઈ પણ ફૂડ અથવા ડ્રિંક બ્રાન્ડનું પોતાના નામે ORSલખવું કાયદાકીય ઉલ્લંઘન છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે, જ્યારે જાણવા મળ્યું કે પહેલાથી આપેલા નિર્દેશ (૧૪ અને ૧૫ ઓક્ટોબર) છતાં ઘણી કંપનીઓ ર્ંઇજીના નામવાળી ભ્રમિત પ્રોડક્ટ વેચતી રહી છે. કેટલાય સ્ટોર્સ, સુપરમાર્કેટ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર આવી પ્રોડક્ટ્સ હજુ પણ વેચાઈ રહી હતી, જેનાથી ગ્રાહકોને અસલી ર્ંઇજી અને નકલી ર્ંઇજી જેવા પેયની વચ્ચે ભ્રમ વધારી રહ્યા હતા.
FSSAI એ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપ્યા છે કે તે ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને દુકાનો પર તરત નિરીક્ષણ કરે. સાથે જ ખોટી પ્રોડક્ટ હટાવવા, કંપનીઓ પર રેગ્યુલેટરી એક્શન લેવા અને રિપોર્ટ મોકલવાના નિર્દેશ આપ્યા છે.
આ અભિયાન એક બાળ રોગ નિષ્ણાત ડો. સિવરંજનિ સંતોષની ૮ વર્ષની લાંબી લડાઈનું પરિણામ છે. સંતોષે મીઠા પેયને ર્ંઇજી બતાવીને વેચવા માટે સતત અભિયાન ચલાવ્યું.
FSSAI એ એવું પણ સ્પષ્ટ કર્યું કે અસલી ORS સ્ટાન્ડર્ડવાળા ઓઆરએસ દવાઓ પર આ નિયમ લાગૂ નહીં થાય. અસલી ર્ંઇજી ને ન તો જપ્ત કરવામાં આવે. આ દવા કેટેગરીમાં આવે છે અને તેનું વેચાણ સંપૂર્ણપણે કાયદાકીય અને નિયંત્રિત છે.




