રહેમાને રામાયણના સંગીત પર તોડ્યું મૌન ટીકા કરનારાઓએ માફી માંગી, રહેમાને આપ્યો કટાક્ષભર્યાે જવાબ રામાયણના ગીતોની ટીકા કરી માફી માંગતા લોકો પર એ. આર. રહેમાનનો કટાક્ષ; ચિલ કરવા હંસ ઝિમર સાથેની ઓફર જતી કર્યાનો ખુલાસો દિગ્દર્શક નિતેશ તિવારીની બહુચર્ચિત ભવ્ય ફિલ્મ ‘રામાયણ’ માટે જ્યારે ઓસ્કાર વિજેતા એ. આર. રહેમાન અને હોલીવુડના દિગ્ગજ સંગીતકાર હંસ ઝિમરને સાથે લાવવામાં આવ્યા, ત્યારે સંગીત જગતમાં ભારે ઉત્સુકતા જાેવા મળી હતી. ફિલ્મના ટાઈટલ અનાઉન્સમેન્ટ સાથે સામે આવેલા પ્રથમ સંગીતના ટુકડાને દર્શકોએ ખૂબ બિરદાવ્યો હતો, જાેકે ત્યારબાદ રિલીઝ થયેલા ગીતોને લઈને સોશિયલ મીડિયા પર શરૃઆતમાં ટીકા અને પાછળથી પ્રશંસા જેવો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ સમગ્ર ચર્ચા વચ્ચે એ. આર. રહેમાને ‘રામાયણ’ના સંગીત સર્જન, હંસ ઝિમર માટે પોતાનો વર્ષાે જૂનો ‘નો કોલેબોરેશન’ નિયમ તોડવા પાછળનું ખાસ કારણ તેમજ લોકોના મિશ્ર પ્રતિસાદ પર પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કર્યાે છે.પોતાની કારકિર્દીના ત્રણ દાયકા પછી રહેમાન પાસે ‘રામાયણ’ આવી, અને આ મહાન કથા માટે કંઈક અલગ કરવું પડશે તે વાતથી સંગીતકાર વાકેફ હતા. તેઓ સમજાવે છે, “પ્રથમ ૧૦ વર્ષ પછી લોકો કહેતા હતા કે, ‘અરે, તમે પહેલા ૧૦ વર્ષમાં જે કર્યું હતું તેવું જ કરવું જાેઈએ.’ પરંતુ હું ‘રોકસ્ટાર’ કે ‘સ્લમડોગ મિલિયોનેર’ જેવી જૂની સિદ્ધિઓ પર અટકીને બેસી ન શકું. તમે તમારી જાતને સ્થિર ન રાખી શકો—તમારે વહેતી નદી જેવા બનવું પડે. હવે રામાયણ આવી છે, અને આ ગીતો પાંચ અલગ-અલગ ભાષાઓમાં છે. આ એક એવી પૌરાણિક કથા છે જે લગભગ દરેક ભારતીય જાણે છે. તે એક ફિલ્મ છે, એક મહાકાવ્ય છે અને એવી વાર્તા છે જેને આખો દેશ જાણે છે. આ ગીતો બનાવવા અને ભારત તેમજ વિશ્વ સાથે આ ઉત્સવનો હિસ્સો બનવું એ ખૂબ મોટા સન્માનની વાત છે. આ એક મોટું સન્માન અને મોટી જવાબદારી છે.”રહેમાન હંમેશાં એકલા જ સંગીત આપવાનું પસંદ કરે છે અને અન્ય કોઈ સાથે કામ કરવાનું ટાળે છે. પરંતુ ‘રામાયણ’ સાથે તે બદલાઈ ગયું. બે વખત ઓસ્કાર જીતી ચૂકેલા રહેમાન, સર્વકાલીન સૌથી પ્રખ્યાત અને પ્રશંસનીય સંગીતકારોમાંના એક હંસ ઝિમર સાથે કામ કરી રહ્યા છે. આ સહયોગ વિશે વાત કરતાં તેઓ કહે છે, “સામાન્ય રીતે હું એકલા કામ કરવાનું પસંદ કરું છું કારણ કે હું મારા કામને લઈને વધુ પડતો પઝેસિવ નથી થઈ શકતો. હું તો કહી દઉં કે, ‘તમે બધું કરી લો, હું જાેઈશ!’ પરંતુ આ કિસ્સામાં, તેમનું આ પ્રોજેક્ટમાં જાેડાવું એક આશીર્વાદ સમાન છે કારણ કે તેનાથી આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. જાે ન્યૂઝીલેન્ડ કે યુરોપમાં કોઈ વ્યક્તિ હંસ ઝિમરનું નામ જાેશે, તો તેઓ ફિલ્મ જાેશે. જાે તેઓ માત્ર ભારતીય નામો જાેશે, તો કદાચ તેમને લાગશે કે આ કોઈ સામાન્ય ભારતીય ફિલ્મ છે, પરંતુ હંસ ઝિમરે આમાં જાેડાઈને શું કર્યું છે તે જાેવા માટે તેઓ ઉત્સુક બનશે. નિર્માતા દ્વારા લેવાયેલું આ એક શાનદાર પગલું છે.”રહેમાને જણાવ્યું કે ‘સ્લમડોગ મિલિયોનેર’ પછી તરત જ તેમને ઝિમર સાથે કામ કરવાની તક મળી હતી, પરંતુ તેમણે તે જતી કરી હતી. સંગીતકારે હસતાં હસતાં કહ્યું, “તેમણે ખરેખર મને ૧૪-૧૫ વર્ષ પહેલાં ઓસ્કાર જીત્યા પછી સાથે કામ કરવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ તે સમયે હું આરામના મૂડમાં હતો.”




