સૈયારા બાદ અહાનની નવી ફિલ્મ જાહેર અહાન પાંડે અને શર્વરીની ફિલ્મ બેપરવાહની જાહેરાત અલી અબ્બાસ ઝફરના ર્નિદેશનમાં બનતી રોમેન્ટિક ફિલ્મ આવતા વર્ષે ૨૭ માર્ચે રિલીઝ કરવામાં આવશે બોક્સ ઓફિસ પર ૫૭૦ કરોડ રૂપિયાની કમાણી કરી પહેલી ફિલ્મ ‘સૈયારા’થી છવાઇ ગયેલાં અહાન પાંડેની શર્વરી સાથે બીજી ફિલ્મને ‘બેપરવાહ’ ટાઈટલ અપાયું છે.આ ફિલ્મ આગામી વર્ષે ૨૭મી માર્ચે રીલિઝ કરાશે તેવી જાહેરાત આજે એક પોસ્ટર દ્વારા કરવામાં આવી હતી. મોશન પોસ્ટરમાં અહાન અને સર્વરી બંને એકબીજામાં ખોવાયેલા દેખાય છે. આ સાથે અહાનો ડાયલોગ પણ સંભળાય છે, જે ફિલ્મના ટોનને સેટઅપ કરવામાં મદદ કરે છે. તેમાં સંભળાય છે બેપરવાહ ઈશ્ક હૈ ક્યા કરું, બેપરવાહ ઈંતહા હૈ ક્યા કરું? દરમિયાં કોઈ ભી આએ તો સબ તબાહ-તબાહ કરું.યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપડા કરશે જ્યારે ર્નિદેશન અલી અબ્બાસ ઝફરને સોંપવામાં આવ્યું છે. અગાઉ યશરાજ માટે ‘સુલતાન’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ ફિલ્મો ર્નિદેશિત કરનાર ઝફર બેપરવાહ દ્વારા પુનરાગમન કરશે. શર્વરીની યશરાજ સાથેની પહેલી ફિલ્મ સ્પાય થ્રીલર ‘આલ્ફા’ ફલોપ નીવડી હતી પણ ઇમ્તિયાઝ અલી સાથે કરેલી ‘મૈં વાપસ આઉંગા’ ફિલ્મ સફળ રહી હતી.અહાને યશરાજ ફિલ્મ્સ સાથે બે ફિલ્મો સાઇન કરી છે જેમાં ‘બેપરવાહ’ પહેલી છે અને બીજી ફિલ્મ તે અનીત પડ્ડા અને મોહિત સુરી સાથે કરશે.




