
અભિનેત્રીના યૌન શોષણ કેસમાં સાઉથનો સ્ટાર દિલીપ નિર્દોષ જાહેર.વર્ષ ૨૦૧૭માં ફેબ્રુઆરી મહિનામાં દુષ્કર્મ કેસની ઘટનાના કારણે મલાયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી.૨૦૧૭ના દુષ્કર્મ કેસ મામલે કેરળની કોર્ટે મલાયલમ એક્ટર દિલીપને નિર્દાેષ જાહેર કર્યાે છે. આ કેસની ચાર્જશીટમાં કુલ ૧૦ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટે આજે સુનાવણી દરમિયાન એક્ટર દિલીપ સહિત ૪ આરોપીને નિર્દાેષ જ્યારે ૬ને દોષિત જાહેર કર્યા છે. આ ૬ આરોપીઓને આગામી ૧૨મી ડિસેમ્બરે સજા સંભળાવવામાં આવશે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૭માં ફેબ્રુઆરી મહિનામાં દુષ્કર્મ કેસની ઘટનાના કારણે મલાયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી
હચમચી ગઈ હતી. જ્યાં એક ગેંગ દ્વારા જાણીતી અભિનેત્રીને કિડનેપ કરી યૌન શોષણ કરાયું હતું. જે બાદ મલયાલમ સિનેમાના મોટા સ્ટાર્સમાંથી એક ગણાતા દિલીપની ધરપકડ કરવામાં આવી અને આરોપ લગાવાયો કે આ સમગ્ર ઘટના પાછળ તેણે જ કાવતરું ઘડ્યું હતું.પોલીસે એપ્રિલ ૨૦૧૭માં પ્રથમ આરોપનામું દાખલ કર્યું હતું અને દિલીપની ધરપકડ તે જ વર્ષે જુલાઈમાં કરવામાં આવી હતી, જ્યારે તપાસકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે મુખ્ય આરોપી પલ્સર સુનીએ જેલમાંથી તેને એક પત્ર મોકલ્યો હતો. દિલીપને ઑક્ટોબર ૨૦૧૭માં જામીન મળ્યા હતા.૨૦૧૮માં, દિલીપે કેરળ પોલીસ પર પક્ષપાતનો આરોપ લગાવીને CBI તપાસની માંગ કરી હતી, પરંતુ અદાલતે તે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ ૨૦૨૧માં, ફિલ્મ નિર્માતા બાલચંદ્ર કુમારે દિલીપ પર હુમલાના પુરાવા(વિઝ્યુઅલ્સ) રાખવાનો આરોપ મૂકતા, કેસમાં વધુ તપાસના આદેશ અપાયા હતા.કેસમાં કુલ ૨૬૧ સાક્ષીઓની પૂછપરછ થઈ હતી અને કોર્ટે ૮૩૪ દસ્તાવેજાે સ્વીકાર્યા હતા. દુર્ભાગ્યપૂર્ણ રીતે, પૂર્વ ધારાસભ્ય પીટી થોમસ અને ર્નિદેશક બાલચંદ્ર કુમાર સહિત બે
મુખ્ય સાક્ષીઓનું અવસાન થયું હતું. આજના ચુકાદાથી દિલીપને મોટી રાહત મળી છે. ૨૦૧૭ના દુષ્કર્મ કેસ મામલે એર્નાકુલમની પ્રધાન જિલ્લા અને સત્ર અદાલતે આજે અભિનેતા દિલીપને નિર્દાેષ જાહેર કર્યાે છે. જસ્ટિસ શ્રીમતી હની એમ. વર્ગીસેઆ ચુકાદો આપીને ૮ વર્ષ જૂના આ હાઈ-પ્રોફાઇલ કેસનો અંત લાવ્યો છે. અદાલતે અન્ય છ આરોપીઓ-પલ્સર સુની(A૧), માર્ટિન એન્ટોની(A૨), બી મણિકંદન(A૩), વીપી વિજેશ(A૪), એચ સલીમ(A૫) અને સી પ્રદીપ(A૬)ને દુષ્કર્મ, અપહરણ અને ષડયંત્ર સહિત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા છે. જાેકે અભિનેતા દિલીપ(A૮) પર મુખ્ય કાવતરાખોર હોવાનો આરોપ હતો. અન્ય આરોપીઓની સજા પર હવે ૧૨ ડિસેમ્બરના રોજ ચુકાદો જાહેર કરવામાં આવશે




