
સુરત શહેરની સૌથી જૂની સહકારી ધોરણે ચાલતી ચોર્યાસી ડેરી કાચી પડી.કર્મચારીઓએ ૩ મહિનાથી પગાર ના થયો હોવાની કરી રજૂઆત.સુરત શહેરની સૌથી જૂની સહકારી ધોરણે ચાલતી ચોર્યાસી ડેરી કાચી પડી છે. ત્યારે કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી સંસ્થા દ્વારા સમયસર પગાર મળતો નથી. અમુક સમયે તો બે થી ત્રણ માસ જેટલો સમય વીતી જાય પછી પગાર કરવામાં આવે છે. હાલમાં પાછલા ત્રણ માસથી પગાર કરવામાં આવ્યો નથી. જેથી કર્મચારીઓ અત્યંત હાલાકી ભોગવી રહ્યા છે.
ચોર્યાસી ડેરીના સત્તાધીશોને વારંવાર પગાર સમયસર ચુકવી આપવા માટે તેમજ પી.એફ. ની રકમ સમયસર ભરવા માટે આજીજી કરી છે, પરંતુ અમોને કોઈ જવાબ આપતા નથી. અને વધારે કહીએ તો ફરિયાદ કરીએ તો કર્મચારીઓને થાય તે કરી લેવાનું તેમ જણાવે છે. વળી ડેરીના કોઈપણ કામદારને માર્ચ મહિનાથી આજ સુધી હક રજા અને બોનસ ૮.૩ લેખે ચુકવેલ નથી. જેની ખુબ જ ઝડપથી નોંધ લઈ, કાર્યવાહી થાય એવી માંગ કર્મચારીઓએ કરી છે.સમગ્ર મામલે ચોર્યાસી ડેરીના પ્રમુખ નરેશભાઈ પટેલે જણાવ્યુંકે, દેશ આઝાદ થયું તે પહેલા ની ડેરી છે. બીજા રાજ્યમાંથી દૂધ લાવવામાં આવે છે. ૨૮૯ કર્મચારીઓ ડેરી સાથે જાેડાયેલા હતા. જે હાલ ૨૧૦ જેટલા કર્મચારીઓ કાર્યરત છે. દર મહિને ૩૨ લાખ પગાર ચૂકવવામાં આવે છે. જ્યારે પાંચ લાખ પીએફમાં જમા કરાવવામાં આવે છે. કર્મચારીઓમાં કેટલાક કર્મચારીઓ મંડળીને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ મંડળી પાસે ૮ હજાર લીટર દૂધની આવક છે. તે સબંધિત વિભાગોને આ મામલે રજૂઆત કરી રાહત આપવા માંગ કરી છે.
હાલ ડીપાર્ટમેન્ટ પ્રમાણે પગાર કરવામાં આવી રહ્યો છે. જેમ જેમ પૈસા આવી રહ્યા છે,તેમ તેમ કર્મચારીઓ નો પગાર કરવામાં આવી રહ્યો છે. ડેરીનું ભારણ ઓછું કરવાનો પ્રયાસ છે. ડેરી પર હાલ કર્મચારીઓનું ભારણ છે. ડેરી તરફથી પગાર અટકાવવામાં આવ્યો નથી. સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ સ્વતંત્ર સંસ્થા હોવાથી સરકાર તરફથી કોઈ રાહત આપવામાં આવી નથી. તે ઉપરાંત સંસ્થા માસિક ૧૨ લાખની ખોટ કરે છે. પીએફ અને સંસ્થાની લોનના વ્યાજની રકમનું ભારણ જુદું છે. અમે જિલ્લા રજિસ્ટ્રાર અને પીએફ કમિશનર પાસે બિન કાર્યક્ષમ ૧૦૦ કર્મચારી છૂટા કરવા સ્કીમ માંગી છે. જે યોગ્ય નથી.




