
છેલ્લા દોઢ મહિનાથી આરોપી નકલી ક્રીમનું વેચાણ કરતો હતો.સુરતમાં ડુપ્લીકેટ ક્રીમ બનાવતું કારખાનું ઝડપાયું.સ્ટીકર, રેપર, હીટ ગન મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, છેલ્લા દોઢ મહિનાથી આરોપી નકલી ક્રીમનું વેચાણ કરતો હતો.સુરત પોલીસે ૧.૯૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પોલીસે ૨૧ વર્ષીય યુવક અર્ષિત દેસાઇની ધરપકડ કરી છે, સ્ટીકર, રેપર, હીટ ગન મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, છેલ્લા દોઢ મહિનાથી આરોપી નકલી ક્રીમનું વેચાણ કરતો હતો.
સુરતમાં ફરી ઝડપાયો નકલીનો વેપલો અને ત્વચાને કોમળ અને ખીલ સહિતના કાળા ડાઘ ઘટાડવાની ક્રીમ નકલી બનાવતા હતા, પુણા વિસ્તારમાં ડુપ્લીકેટ સ્કિન ક્રીમ બનાવી વેચવાનું કારખાનું ઝડપાયું છે, ૨૧ વર્ષીય યુવક શાશ્વત પ્લાઝામાં બીજા માળે દુકાનમાં નકલીનો વેપલો ચલાવતો હતો અને ડર્મડોક હોનેસ્ટ નાઈટ ક્રીમ નકલી બનાવી ઓનલાઈન ફ્લિપકાર્ટ પર વેચાણ કરતો હતો.હલકી કક્ષાનું ક્રીમ પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરી તેની પર અસલી કંપનીનું સ્ટીકર લગાવતો હતો અને કંપનીના ધ્યાનમાં આવતા પોલીસને સાથે રાખીને કારખાના પર રેડ કરવામાં આવી હતી, કારખાના પરથી આરોપી અર્ષિત દેસાઈ મળી આવ્યો હતો અને કારખાના પરથી ૧. ૯૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, આરોપી અર્ષિતના કામરેજ ખાતેના ઘરેથી પણ ૧.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, કુલ ૩.૧૯ લાખની નકલી ક્રીમની ૮૦૧ ૫૦ દ્બઙ્મની ડબ્બીઓ કબજે કરવામાં આવી છે, આ સાથે જ ડબ્બા પર લગાવવાના સ્ટીકર, પેકિંગ માટેની પારદર્શક રેપર, હીટ ગન મશીન અને કઙ્મૈॅાટ્ઠિં ના સ્ટીકર વાળી પ્લાસ્ટિકની પારદર્શક સેલોટેપ પણ કબજે કરવામાં આવી છે.
પુણા પોલીસ દ્વારા આરોપી અર્ષિત દેસાઈ સામે કોપીરાઇટ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ કરી છે, આરોપીને પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, છેલ્લા દોઢ મહિનાથી તે આ પ્રકારે નકલી ક્રીમ વેચવાનું કામકાજ કરતો હતો અને ઓરીજનલ ક્રીમની કિંમત ૩૯૯ રૂપિયા છે જ્યારે આરોપી ૧૭૦ રૂપિયામાં ઓનલાઈન વેચતો હતો, ક્રીમ હલકી કક્ષાનું હોવાથી ત્વચાને નુકસાનકારક પણ હોવાની શક્યતાઓ છે.




