
બંને બેટ્સમેનોએ આ સિઝનમાં બે-બે મેચ રમી હતી.રોહિત અને વિરાટે વિજય હજારે ટ્રોફીમાંથી લીધી વિદાય.વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે આવતા મહિને ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં રમતા જાેવા મળશ.ભારતના બે દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા ૨૦૨૫-૨૬ વિજય હજારે ટ્રોફીમાં બે-બે મેચ રમી હતી અને અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું. હવે બંનેએ વિજય હજારે ટ્રોફીમાંથી વિદાય લીધી છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા શુક્રવારે બેંગલુરુ અને જયપુરથી જતા જાેવા મળ્યા હતા. બંને બેટ્સમેનોએ પોતપોતાના વિજય હજારે ટ્રોફી ક્વોટામાં બે-બે મેચ રમી છે.
વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે આવતા મહિને ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ર્ંડ્ઢૈં શ્રેણીમાં રમતા જાેવા મળશે. વિરાટ કોહલી અને રોહિત શર્માના અલગ-અલગ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ એરપોર્ટ પર દેખાઈ રહ્યા છે.
૧૫ વર્ષના વિરામ પછી વિરાટ કોહલી વિજય હજારે ટ્રોફી વન-ડે ટુર્નામેન્ટમાં દિલ્હી માટે રમ્યો અને તેના પ્રભાવશાળી પ્રદર્શનથી ચાહકોનું સંપૂર્ણ મનોરંજન કર્યું. શુક્રવારે બેંગલુરુમાં રમાયેલી વિજય હજારે ટ્રોફી મેચમાં દિલ્હી તરફથી રમતા વિરાટ કોહલીએ ગુજરાત સામે ૬૧ બોલમાં ૭૭ રન બનાવ્યા હતા.
કોહલીએ અગાઉ ૨૪ ડિસેમ્બર, બુધવારના રોજ બેંગલુરુમાં રમાયેલી વિજય હજારે ટ્રોફી મેચમાં આંધ્રપ્રદેશ સામે સદી ફટકારી હતી. કોહલી હવે વિજય હજારે ટ્રોફીની આ સીઝનમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. ભારતીય દિગ્ગજ ખેલાડીની એક ઝલક જાેવા માટે ચાહકો બેંગલુરુ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
આ દરમિયાન વિજય હજારે ટ્રોફી સીઝનમાં રોહિત શર્માનું પ્રદર્શન પણ ખૂબ યાદગાર રહ્યું છે. ૨૪ ડિસેમ્બર, બુધવારના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સિક્કિમ સામે મુંબઈ તરફથી રમતા તેણે ૯૪ બોલમાં શાનદાર ૧૫૫ રન બનાવ્યા. રોહિત શર્માએ પોતાની આક્રમક બેટિંગથી દર્શકોને રોમાંચિત કર્યા અને મુંબઈને શાનદાર વિજય અપાવ્યો. જાેકે, શુક્રવારે ઉત્તરાખંડ સામેની મેચમાં તે શૂન્ય રને આઉટ થયો હતો. જ્યારે રોહિત શર્મા જયપુર એરપોર્ટ પર જાેવા મળ્યો, ત્યારે બધા તેને જાેવા માટે ઉત્સુક હતા. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૧૧ જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની વનડે આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમતા જાેવા મળશે.




