
ભારત A મહિલા ટીમે પાકિસ્તાનને હરાવ્યું.ભારતની દીકરીઓ સામે પાકિસ્તાન ઘૂંટણીએ, ૧૧ ઓવરમાં જીતી મેચ.પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન A ટીમ ૯૩ રનમાં ઓલઆઉટ : ભારતે ૧૧મી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો.ભારત છ મહિલા ટીમે પાકિસ્તાનને હરાવ્યું. ACC મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ૨૦૨૬ની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. બેંગકોકના ટેર્ડથાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત છ મહિલા ટીમે ૮ વિકેટથી વિજય મેળવ્યો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન છ મહિલા ટીમ ૧૯મી ઓવરમાં ૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે ૧૧મી ઓવરમાં મેચ જીતી લીધી.
ભારતીય ટીમ હવે ૧૭ ફેબ્રુઆરીના રોજ તેમની અંતિમ ગ્રુપ મેચમાં નેપાળનો સામનો કરશે.
રાધા યાદવની આગેવાની હેઠળની ભારત છ ટીમે ટુર્નામેન્ટમાં ખરાબ શરૂઆત કરી હતી, તેમની પહેલી મેચ સંયુક્ત આરબ અમીરાત (UAE)સામે ૭ વિકેટથી હારી ગઈ હતી. બીજી તરફ પાકિસ્તાન છએ તેમની પહેલી મેચમાં નેપાળને ૩૦ રનથી હરાવ્યું હતું.
પાકિસ્તાન A સામે રન ચેઝમાં ભારત છની શરૂઆત ખરાબ રહી હતી, ઇનિંગના પહેલા જ બોલ પર હુમૈરા કાઝીની વિકેટ ગુમાવી દીધી હતી. હુમૈરા નેહા શર્મિનના હાથે વહીદા અખ્તરના બોલ પર કેચ થઈ હતી. ત્યારબાદ વૃંદા દિનેશ અને અનુષ્કા શર્માએ બીજી વિકેટ માટે ૭૯ રનની ભાગીદારી નોંધાવી ભારતને વિજયની નજીક પહોંચાડ્યું.
અનુષ્કાએ ૨૬ બોલમાં ૨૪ રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા ફટકાર્યા. અનુષ્કાને મોમિના રિયાસતે આઉટ કરી. ઓપનર વૃંદા દિનેશે ધમાકેદાર ઇનિંગ રમી, માત્ર ૨૯ બોલમાં અણનમ ૫૫ રન બનાવ્યા, જેમાં ૧૨ ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેજલ હસબનીસે પણ અણનમ ૧૨ રન બનાવ્યા.




