
હાલ કે. એલ.એન.રાવ CID ક્રાઈમમાં કાર્યરત છે.ગુજરાતના DGP વિકાસ સહાયનું એક્ટેન્શન પૂર્ણ થતાં આજે(૩૧ ડિસેમ્બર) તેઓ નિવૃત્ત થયા છે. ત્યારે ડૉ કે.એલ.એન. રાવને ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGP બનાવાયા છે. હાલ કે. એલ.એન.રાવ CID ક્રાઈમમાં કાર્યરત છે. ડો.કે.એલ.એન. રાવ ૧૯૯૨ની બેંચના IPS અધિકારી છે તેમજ નિવૃત્તિને ૨૨ મહિનાનો સમય બાકી છે ત્યારે તેમણે ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGP ની જવાબદારી સોંપવામાં આવી છે.
ડૉ. કે.એલ.એન.રાવ (ડૉ. કે લક્ષ્મી નારાયણ રાવ,IPS)
જન્મ: ૨૬ ઓકટોબર,૧૯૬૭
અભ્યાસ: M.Sc, Ph. D
વતન: ટીની, તેલંગાણા
બેચ:૧૯૯૨
હાલનું પોસ્ટિંગ: CID ક્રાઈમના વડા
નવી જવાબદારી: ઇન્ચાર્જ DGP ગુજરાત
નિવૃત્તિ: ઓકટોબર, ૨૦૨૭
આ ઉપરાંત ડૉ. કે.એલ.એન.રાવે ખેડા, મહેસાણા, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં પણ ફરજ બજાવી હતી. રાજકોટ રેન્જ DGP અને અમદાવાદમાં જાેઈન્ટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે ઘણા સમય સુધી ગુજરાતની અનેક જેલોના વડા તરીકે પણ ફરજ નિભાવી છે.
આદેશમાં જણાવાયું છે કે ડૉ. રાવ આગામી આદેશો સુધી તેમની હાલની ફરજાે ઉપરાંત ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અને ચીફ પોલીસ ઓફિસરની વધારાની જવાબદારી સંભાળશે. આ જાહેરનામું ગુજરાતના રાજ્યપાલના નામે બહાર પાડવામાં આવ્યું તેમજ તેના પર નાયબ સચિવ (ગૃહ) અમિત રાવલ દ્વારા સહી કરવામાં આવી છે. ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ, જેઓ હવે વચગાળાના ધોરણે કાર્યભાર સંભાળશે, તેઓ ગુના તપાસ અને રેલવે પોલીસમાં તેમના અનુભવ માટે જાણીતા છે. CID (ક્રાઈમ અને રેલવે)ના વડા તરીકે તેઓ રાજ્યભરમાં સંવેદનશીલ તપાસ અને ગુપ્તચર સંબંધિત કેસોમાં તેમની સારી એવી પક્કડ છે. ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ વધારાની જવાબદારી સાથે ગુજરાત પોલીસનું નેતૃત્વ કરશે, જેમાં રાજ્ય દળમાં ગુના નિયંત્રણ, આંતરિક સુરક્ષા અને વહીવટી સુધારાઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે. ગુજરાતનાDGP તરીકેની સેવા બાદ વિકાસ સહાય નિવૃત્ત થયા છે, આ સાથે જ ભારતીય પોલીસ સેવામાં તેમના લગભગ ચાર દાયકા લાંબી કારકિર્દીનો અંત થયો છે.




