
૩૧stની મજા સજામાં ફેરવાઈ.અમદાવાદની હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા.હોટલમાં ગેરકાયદેસર દારૂની પાર્ટીનો પર્દાફાશ કરી ૯ નબીરાઓની ધરપકડ કરી છે તેમની સામે ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.૩૧જંની ઉજવણીમાં હવે અનેક યુવાનો ઊંઘા પાટે ચડી ગયા છે. નવા વર્ષને આવકારવા દારૂ કે અન્ય નશીલા પ્રદાર્થોનું સેવન કરી રહ્યા છે. ત્યારે પોલીસે પણ તેમણે પકડવા કમર કસી છે. અમદાવાદમાં સાબરમતી પોલીસે ગુરુવારે શહેરની એક હોટલમાં ગેરકાયદેસર દારૂની પાર્ટીનો પર્દાફાશ કરી ૯ નબીરાઓની ધરપકડ કરી છે. તેમની સામે ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમે ગુરુવારે વહેલી સવારે સાબરમતી વિસ્તારમાં આવેલી એબી ફોર્ચ્યુન હોટેલના રૂમ નંબર ૬૦૮ પર દરોડો પાડ્યો હતો. જ્યાં પોલીસને માન્ય પરમિટ કે પાસ વિના દારૂ પીવાની પાર્ટીનું આયોજન થયું હોવાના પુરાવા મળ્યા હતા, જેમાં બે પ્લાસ્ટિક પાણીની બોટલો, ખાલી બીયર કેન, ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક ગ્લાસ અને પ્લેટો અને દારૂ ભરેલી બોટલનો સમાવેશ થાય છે. પોલીસે પુરાવાના ભાગરૂપે તમામ વસ્તુઓ સાથે આશરે ?૧.૯૬ લાખની કિંમતનો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો હતો.
બાદમાં વધુ તપાસ કરતાં આરોપીની ઓળખ અમદાવાદના ચાંદખેડાના રહેવાસી ૨૬ વર્ષીય હિમાશુ રાઠોડ તરીકે થઈ હતી. આરોપી કોઈપણ માન્ય પરમિટ કે લાઇસન્સ વિના દારૂ પીતો અને મેળાવડાને હોસ્ટ કરતો જાેવા મળ્યો હતો. પાર્ટીમાં હાજર અન્ય ઘણા વ્યક્તિઓને પૂછપરછ માટે બોલવવામાં આવ્યા હતા. જેમાંથી ઓળખ કરી પોલીસે ૯ યુવકની ધરપકડ કરી છે. જેમની સામે ગુજરાત દારૂબંધી અધિનિયમ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે પોલીસે ચેતવણી આપી છે કે શહેરમાં ગેરકાયદેસર દારૂના સેવન અને સંબંધિત અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે ચાલી રહેલા અમલીકરણ અભિયાનના ભાગ રૂપે આ પ્રકારે દરોડા ચાલુ રહેશે
આ કેસમાં ધરપકડ કરાયેલા નવ આરોપીઓની ઓળખ
-હિમાશુસિંગ સંતાનસિંગ રાઠોડ (૨૬), ચાંદખેડા
-પિન્ટુ ઉર્ફે રાજ યમનભાઈ વલંદ (૩૫), ચાંદખેડા
-નરેશ ચૌધરી (૩૩), થલતેજ
-અભિષેક જૈન (૪૫), ચાંદખેડા
-કાર્તિક દરજી (૨૮), ચાંદખેડા
-પાર્થ દરજી (૩૧), ચાંદખેડા
-દિલીપ ચૌધરી (૨૫), કૃષ્ણનગર
-આલોક ગુપ્તા(૩૩), ચાંદખેડા
-મેહુલ ચૌધરી (૨૫), ચાંદખેડા




