
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું.અમદાવાદનો ફ્લાવર શો દરેકનું મન મોહિત કરશે!.તે જનભાગીદારીનું એક અદ્ભુત ઉદાહરણ છે, તેનાથી શહેરની જીવંત ભાવના સાથે જ પ્રકૃતિ સાથેના જાેડાણને સુંદર રીતે દર્શાવે છે.અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ૧ જાન્યુઆરીથી ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો-૨૦૨૬નો ભવ્ય પ્રારંભ થયો છે. આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ભારત એક ગાથા થીમ પર ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફરને લાખો રંગબેરંગી ફૂલોથી જીવંત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના ફ્લાવર શોની ભવ્યતાને લઈ એક્સ પર પોસ્ટ શેર કરી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, અમદાવાદનો ફ્લાવર શો દરેકનું મન મોહિત કરશે! તે ક્રિએટીવિટી સાથે-સાથે જનભાગીદારીનું એક અદ્ભુત ઉદાહરણ છે. તેનાથી શહેરની જીવંત ભાવના સાથે જ પ્રકૃતિ સાથેના જાેડાણને સુંદર રીતે દર્શાવે છે. આ ફ્લાવર શોની ભવ્યતા અને કલ્પના દર વર્ષે કેવી રીતે વધતી રહે છે તે જાેવું પણ પ્રેરણાદાયક છે. અહીં ફ્લાવર શોની કેટલીક આકર્ષક તસવીરો છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે ફ્લાવર શોનો પ્રારંભ કરાવી સમગ્ર ફ્લાવર શોને નિહાળ્યો હતો. મુખ્યમંત્રીની સાથે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા, ભાજપના ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિત ભાજપના કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
છસ્ઝ્ર દ્વારા આયોજિત ૧૪માં અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ૨૦૨૬ એ આ વર્ષે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ સિદ્ધિ હાસલ કરી છે. ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ભવ્ય ફ્લાવર શોમાં વર્ષ ૨૦૨૬માં એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરીને ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક નોંધાવી છે. આ વર્ષે ફ્લાવર શોમાં બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયા છે. પ્રથમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિશ્વના સૌથી મોટા ફ્લાવર મંડલાનો છે, જ્યારે બીજાે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટનો છે.




