
ભારત બાદ હવે બે દેશોની Grko પર કાર્યવાહી.એઆઈ ચેટબોટે ઇન્ડોનેશિયા અને મલેશિયામાં પ્રતિબંધ લગાવી દીધો.એઆઈના એજેન્ટિક ચેટબોટ પર આ બૅન ટેમ્પોરરી લગાવ્યો છે : ગ્રોકની દુનિયાભરમાં બદનામી થઈ રહી છે.Grko પર વિવાદ રોકાવાનું નામ નથી લેતો. ભારતમાં એઆઈ દ્વારા ક્રિએટ કરવામાં આવેલા અશ્લીલ કન્ટેન્ટ પર કાર્યવાહી કરવામાં આવી, જે બાદ એલન મસ્કના એઆઈ પ્લેટફોર્મે ૩૫૦૦ કન્ટેન્ટને બ્લોક કરી દીધા. સાથે જ ગ્રોકે પોતાની ભૂલ માનતા ભારતના કાયદા હિસાબથી કામ કરવાની વાત કહી છે. વળી હવે બે અન્ય દેશોમાં ગ્રોક પર પ્રતિબંધ લાગ્યો છે. એલન મસ્કના એઆઈ પ્લેટફોર્મ પર ડીપફેક કન્ટેન્ટ પ્રસારિત કરવાનો આરોપ છે, જે બાદ આ કડક ર્નિણય લેવાયો છે.
એલન મસ્કના એઆઈ ચેટબોટે ઇન્ડોનેશિયા અને મલેશિયામાં પ્રતિબંધ લગાવી દીધો છે. એઆઈના એજેન્ટિક ચેટબોટ પર આ બૅન ટેમ્પોરરી લગાવ્યો છે. ગ્રોકની દુનિયાભરમાં બદનામી થઈ રહી છે. એલન મસ્કના એઆઈ પ્લેટફોર્મ પર ભારત, યુરોપ, ઇન્ડોનેશિયા અને મલેશિયામાં વાંધાજનક કન્ટેન્ટને લઈને કાર્યવાહી થઈ છે. આ દેશોએ ગ્રોકને એઆઈ દ્વારા ક્રિએટ કરેલા વાંધાજનક અને અશ્લીલ કન્ટેન્ટ પ્રસારણના કારણે ઠપકો આપ્યો છે. મલેશિયા કમ્યુનિકેશન અને મલ્ટીમીડિયા કમિશનના સત્તાવાર એક્સ હેન્ડલ પાસેથી મળતી માહિતી અનુસાર, ગ્રોકને તાત્કાલિક પ્રભાવથી મલેશિયામાં બ્લોક કરી દીધા છે અને વળી ઇન્ડોનેશિયાના કમ્યુનિકેશન અને ડિજિટલ મિનિસ્ટર સ્ીેંઅટ્ઠ ૐટ્ઠકૈઙ્ઘએ ગ્રોકની સર્વિસને પ્રતિબંધ કરવાને લઈને સત્તાવાર સ્ટેટમેન્ટ જાહેર કરી દીધું છે. મલેશિયા સરકારની એજન્સી સ્ઝ્રસ્ઝ્રએ કહ્યું કે, ગ્રોક દ્વારા પોર્નોગ્રાફિક અને અશ્લીલ કન્ટેન્ટ જનરેટ કરવાની ઘટનાઓ સામે આવી રહી હતી. એઆઈ પ્લેટફોર્મે તેને રોકવા માટે કોઈ ઠોસ પગલાં નથી ઉઠાવ્યા.
ગ્રોક એઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વાંધાજનક કન્ટેન્ટમાં મહિલાઓ અને બાળકોની તસવીરોમાં સામેલ છે, જે કાયદાનું ઉલ્લંઘન છે. તેને લઈને એક્સ અને એક્સઆઈ બંને એન્ટિટીને ૩ જાન્યુઆરી અને ૮ જાન્યુઆરીના રોજ નોટિસ મોકલવામાં આવી છે અને પ્રભાવી પગલાં ઉઠાવવા માટે કહેવામાં આવ્યું છે. સ્ઝ્રસ્ઝ્રએ આગળ કહ્યું કે, એક્સ પર યુઝર ઇનિશિએટિવ રિપોર્ટિંગ મેકેનિઝ્મ પર ફોકસ કરવામાં આવે છે. અહીં એઆઈ ટૂલ્સ દ્વારા થનારા ડાયરેક્ટ રિસ્ક વિશે કોઈ મેકેનિઝ્મ નથી, જેના કારણે એઆઈ દ્વારા રિયલ દેખાતા ડીપફેક ક્રિએટ કરવામાં આવે છે. તેને લઈને પ્લેટફોર્મ પર ટેમ્પોરરી બૅન લગાવવામાં આવ્યું છે.




