એરપોર્ટ પર મિસાઈલથી હુમલો સાઉદીમાં ભારતીયોને ઘરમાંથી ન નીકળવા અંગે સુચના અપાઈ સાઉદી અરબમાં સ્થિતિ વણસી રહી છે : અહીં અબહા અને રિયાદ એરપોર્ટ પર મિસાઈલથી હુમલા થયા છે
સાઉદી અરબમાં સ્થિતિ વણસી રહી છે. જેને ધ્યાનમાં રાખીને સાઉદી અરબમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસ તરફથી સૂચના આપવામાં આવી છે કે જરૂર ના હોય ત્યાં સુધી ઘરની બહાર જ ન નીકળવું. સાથે જ લોકોને સ્થાનિક અધિકારીઓ તરફથી આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. તાજેતરમાં જ સાઉદી અરબમાં રિયાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મિસાઈલથી એટેક કરવામાં આવ્યો હતો. જેમાં ૩ લોકોના મોત થયા છે અને ૩૬ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. એરપોર્ટ ઉપર હુમલાની વાત સામે આવ્યા પછી એર ઇન્ડિયા સહિતની કંપનીઓએ રિયાદ ફ્લાઈટ રદ કરી દીધી છે
સાઉદી અરબમાં ૨ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યા છે. અબહા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને રિયાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના પછી ભારતીય દૂતાવાસ તરફથી ભારતના નાગરિકોને ઘરમાં રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.
સાથે જ ભારતીય દુતાવાસ તરફથી ભારતીય નાગરિકોને કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં જે ઘટનાઓ બની રહી છે તેના વિડીયો અને અન્ય ખબરો સોશિયલ મીડિયા પર શેર કે રિપોસ્ટ ન કરવામાં આવે. સ્થિતિની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને બધા જ ભારતીય નાગરિકો સતર્ક રહે. સાથે જ સાઉદીમાં રહેતા ભારતીય નાગરિકો માટે ૨૪ કલાકની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલાની ઘટનાની નિંદા ભારતીય વિદેશ મંત્રાલય કરી છે. એરપોર્ટ પર જે હુમલા ની વાત સામે આવી છે તે મામલે સાઉદી અરબના એવિએશન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે અબહા અને કિંગ ખાલીદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અલગ અલગ દિવસે હુમલા કરવામાં આવ્યા છે. અબહા એરપોર્ટ પર ૬ ઓક્ટોબરે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૨ લોકોના મોત થયા અને ૨૮ લોકો ઘાયલ થયા હતા. જ્યારે ૭ ઓક્ટોબરે રિયાદ ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો જેમાં એક વ્યક્તિનું મોત થયું અને આઠ લોકો ઘાયલ થયા. બે દિવસ બનેલી આ ઘટનામાં કુલ ૩ લોકોના મોત થયા અને ૩૬ લોકો ઘાયલ થયા છે.
મહત્વપૂર્ણ છે કે સાઉદી અરબમાં બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાની વાત પણ સામે આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર ટ્ઠૈિ ૈહઙ્ઘૈટ્ઠ એ રિયાદ થી આવતી અને જતી પોતાની બધી જ ફ્લાઈટને ૧૦ ઓક્ટોબર સુધી રદ કરી છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવાયો હોવાનું સામે આવ્યું છે.




