
લક્ઝરી કાર બેફામ હંકારી ત્રણ વાહનોને અડફેટે લીધા પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ માર્ટિન ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં થયા જેલભેગા૨૬ જાન્યુઆરી ૨૦૨૬ની મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેવડોદરાના અકોટા વિસ્તારમાં ૨૬મી જાન્યુઆરીની રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભારતીય ટીમના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ માર્ટિને દારૂના નશામાં પોતાની લક્ઝરી કાર બેફામ હંકારી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ની મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોમવારે મોડી રાત્રે આશરે ૨.૩૦ વાગ્યાના સુમારે જેકોબ માર્ટિન પોતાની એમ.જી. હેક્ટર કાર કિંમત રૂ. ૨૦ લાખ લઈને પુનિત નગર સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. નશો એટલો તીવ્ર હતો કે તેમણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી કિયા સેલ્ટોસ, હ્યુન્ડાઇ વેન્યુ અને મારૂતી સેલેરીઓ એમ ત્રણ કારને જાેરદાર ટક્કર મારી હતી. અકસ્માતનો અવાજ સાંભળી સ્થાનિકો દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ ૧૧૨ જન રક્ષક અને અકોટા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, જ્યારે જેકોબ માર્ટિનને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેઓ લથડિયાં ખાઈ રહ્યા હતા અને તેમની આંખો લાલચોળ હતી. પ્રાથમિક તપાસમાં જ તેઓ દારૂના નશામાં હોવાનું સ્પષ્ટ જણાતું હતું.અકોટા પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ અકસ્માત અંગે બે અલગ-અલગ ગુના નોંધ્યા છે. BNS કલમ: ૨૮૧, ૩૨૪(૫) મોટર વાહન અધિનિયમ: ૧૭૭, ૧૮૪, ૧૮૫, પ્રોહિબિશન એક્ટ: ૬૬(૧)બી, પોલીસે તેમની ૨૦ લાખની કાર કબ્જે કરી છે. એક સમયે મેદાન પર ચોગ્ગા-છગ્ગા ફટકારનાર ખેલાડી આજે કાયદાના શરણે છે, જે રમત જગત માટે શરમજનક ઘટના માનવામાં આવી રહી છે.




