
ફ્લાવર શોની ૮.૪૧ કરોડ રૂપિયાની આવક થઈ ફ્લાવર શોએ એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા ફલાવર શોમાં ૧૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેની સામે ૧૧.૬૧ કરોડની આવક થવા પામી
અમદાવાદમાં મનપા દ્વારા રિવરફ્રન્ટ ખાતે પહેલી જાન્યુઆરીથી ઈન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉત્તરાયણની રજાઓમાં અનેક લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. આ વખતના ફ્લાવર શોએ એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા હતાં.અમદાવાદમાં મનપા દ્વારા રિવરફ્રન્ટ ખાતે પહેલી જાન્યુઆરીથી ઈન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉત્તરાયણની રજાઓમાં અનેક લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.
આ વખતના ફ્લાવર શોએ એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા હતાં. હવે ફ્લાવર શો પૂર્ણ થયો છે અને મહાનગર પાલિકા દ્વારા તેમાંથી થયેલી આવકના આંકડા જાહેર કર્યા છે.
અમદાવાદમાં મહાનગર પાલિકા દ્વારા પહેલી જાન્યુઆરીએ શરૂ થયેલો ફ્લાવર શો ૨૯ જાન્યુઆરી સુધી ચાલ્યો હતો. સતત બે વખત તેની સમયમર્યાદા લંબાવાઈ હોવા છતાં આવકના આંકડા ચોંકવનારા છે. ફલાવર શોમાં ૧૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેની સામે ૧૧.૬૧ કરોડની આવક થવા પામી હતી. મહાનગર પાલિકાને ટિકિટથી આ ફ્લાવર શોની ૮.૪૧ કરોડ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે સ્ટોલમાંથી ૧.૨૭ કરોડની આવક થઈ હતી.
આ વર્ષે ફ્લાવર શોમાં ૧૦.૮૧ લાખ લોકો ઉમટી પડ્યા હતાં. આ વર્ષે વૃક્ષના રોપા મહાનગર પાલિકા દ્વારા વેચાણ અર્થે નહીં આપવામાં આવે. ફ્લાવર શોમાં મુકાયેલા રોપા AMC બગીચામાં મુકવામાં આવશે.




