
છટણીને લઈને ચિંતા વ્યક્ત કરતાં માર્ક ઝકરબર્ગ એક ટીમનું કામ હવે AI ની મદદથી એક વ્યક્તિ કરી લે છે માર્ક ઝકરબર્ગ કહે છે ૨૦૨૬નું વર્ષ એવું છે જેમાં મેટા જે રીતે કામ કરે છે એમાં AI ને કારણે ખૂબ જ મોટો બદલાવ જાેવા મળશે
મેટાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝકરબર્ગ કહે છે ૨૦૨૬નું વર્ષ એવું છે જેમાં મેટા જે રીતે કામ કરે છે એમાં AIને કારણે ખૂબ જ મોટો બદલાવ જાેવા મળશે. તેમ જ આ સાથે જ માર્ક ઝકરબર્ગ દ્વારા કંપનીમાં છટણી થઈ શકે એવા પણ અણસાર આપવામાં આવ્યાં છે. કંપનીની ચોથી ક્વાર્ટર અર્નિંગ મીટિંગમાં માર્ક ઝકરબર્ગે કહ્યું કે ‘અમારા અદ્ભુત કર્મચારીઓ હવે AI પર કામ કરી રહ્યા છે જેથી દરેક કર્મચારીઓ પર એની અસર પડશે. આ માટે અમે AI માં ખૂબ જ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છીએ જેથી મેટામાં કામ કરનાર કર્મચારી વધુ પ્રોડક્ટિવિટી આપી શકે. અમે હવે જે-તે વ્યક્તિ કેટલું યોગદાન આપી શકે એના પર ધ્યાન આપી રહ્યા છીએ નહીં કે ટીમ કેટલું કામ કરે.’
મેટા હવે AI એજન્ટ દ્વારા નવી પ્રોડક્ટ બનાવવા પર ફોકસ કરી રહ્યું છે. આથી કંપનીમાં હજી પણ વધુ છટણી કરવામાં આવશે એવી ચર્ચા છે. પહેલાં જે માટે એક ટીમની જરૂર પડતી હતી એ માટે હવે મેટા AI ની મદદથી એક વ્યક્તિ દ્વારા કામ પૂરું કરશે. માર્ક ઝકરબર્ગે આ વિશે વધુ જણાવતાં કહ્યું કે ‘અમે હવે જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ એ હવે એક જ વ્યક્તિ દ્વારા પૂરું પાડવામાં આવશે જેના માટે પહેલાં સંપૂર્ણ ટીમ જાેઈતી હતી. હું ઇચ્છું છું કે હવે ટેલેન્ટેડ વ્યક્તિ મેટાને પસંદ કરે જેથી તેઓ એક એવી પ્રોડક્ટ બનાવી શકે જે ખૂબ જ સારી છાપ છોડે.’
મેટા કંપની જે રીતે કામ કરે છે એમાં હવે સંપૂર્ણ રીતે બદલાવ આવી રહ્યો છે અને એ માટે હવે AI એજન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વિશે ઝકરબર્ગ કહે છે, ‘અમે જાેઈ રહ્યા છીએ કે AI નો ઉપયોગ કરનાર કર્મચારીની પ્રોડક્ટિવિટીમાં વધારો થયો છે. જે કર્મચારી AI નો ઉપયોગ કરે છે, સારી રીતે કરે છે અને નથી કરતાં એ તમામ વચ્ચે ખૂબ જ મોટો તફાવત જાેવા મળી રહ્યો છે. મને લાગે છે કે હવે કંપનીઓમાં લોકો પ્રોડક્ટિવિટી અને ચોક્કસ રીતે કેવી રીતે કામ કરે એના પર વધુ ધ્યાન આપશે.’
૨૦૨૫ના ડિસેમ્બરમાં મેટા દ્વારા સિંગાપોરની સ્ટ્ઠહેજ AI કંપનીને ૨ બિલિયન અમેરિકન ડોલરમાં ખરીદી લેવામાં આવી હતી. આ કંપની ઓટોનોમસ જનરલ-પરપઝ એજન્ટ બનાવે છે. મેટા હવે આ એજન્ટને તેમની દરેક પ્રોડક્ટમાં સમાવેશ કરવા માગે છે. આ છૈંની મદદથી માર્ક ઝકરબર્ગને આશા છે કે તેમની કંપની દરેક પ્રોડક્ટને ખૂબ જ ઝડપથી અને સચોટ રીતે બનાવી શકશે. જાેકે આ માટેનો ચોક્કસ સમય તેમણે નથી જણાવ્યો, પરંતુ કંપની આ દિશામાં કામ જરૂર કરી રહી છે. આ વિશે માર્ક ઝકરબર્ગ કહે છે, ‘ટેલેન્ટેડ વ્યક્તિ કોઈ પણ સ્થળે AI એજન્ટ બનાવી શકશે, પરંતુ જાે તમારે તમારા એજન્ટને કરોડો અબજાે લોકો સુધી પહોંચાડવા હોય અને એ પણ પર્સનલાઇઝ એજન્ટ તો એ માટે મેટા જેવી કંપની જાેડાવું જરૂરી છે.’
મેટા દ્વારા છેલ્લા એક વર્ષથી AI ટેલેન્ટને ખૂબ જ અગ્રેસિવ રીતે પસંદ કરવામાં આવી રહ્યા છે. તેઓ તેમને બિલિયન ડોલર સુધીનું પેકેજ આપી રહ્યા છે. OpenAI, Anthropic, ગૂગલ અને એપલ જેવી કંપનીઓના ટેલેન્ટને તેઓ જાેબ ઓફર કરી રહ્યા છે. મેટા હવે તેમની AIસ્ટ્રેટેજીને વધુ મજબૂત બનાવી રહી છે.
તેમનું ફ્લેગશિપ મોડલ Llama ૪ નિષ્ફળ જતાં તેમણે વધુ એડવાન્સ છૈં મોડલને લોન્ચ કરવાનું હમણાં ટાળ્યું છે. મેટા દ્વારા ગયા વર્ષે જૂનમાં ડેટા લેબલિંગ સ્ટાર્ટઅપ cale AI ના ૪૯ ટકા સ્ટેક ખરીદી કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ એ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ Alexandr Wangને તેમના ચીફ AI ઓફિસર તરીકે પસંદ કર્યા હતા.




