
ગેમ મારફતે પશ્ચિમ બંગાળના યુવક સાથે મિત્રતા થઈ હતી અમદાવાદમાં રહેતી સગીરાને ફ્રી ફાયર ગેમ રમવી ભારે પડી આરોપી યુવક બંગાળથી અમદાવાદ આવ્યો હતો અને સગીરાના ઘરે જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો બાદમાં તેને ભગાડીને લઈ ગયો.
અમદાવાદ સગીરાને ફ્રી ફાયર ગેમ મારફતે પશ્ચિમ બંગાળના યુવક સાથે મિત્રતા થઈ હતી. વાતચીતમાં આ મિત્રતા પ્રેમ સંબંધમાં કેળવાઈ હતી.
જાેકે યુવક સગીરાના પ્રેમનો ફાયદો ઉઠાવી તેની હવસની ભૂખ સંતોષવા લાગ્યો અને સગીરાના ઘરે આવી તેની સાથે શારીરિક સંબંધ બાંધીને તેને ભગાડીને લઈ ગયો હતો. સગીરાના માતા-પિતાએ પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધો છે.
અમદાવાદમાં રહેતી સગીરાને ફ્રી ફાયર ગેમ રમવી ભારે પડી છે. ગેમ રમતાં રમતાં સગીરાનો સંપર્ક મૂળ પશ્ચિમ બંગાળના આશિક ઉર્ફે અરમાન સાથે થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થતાં વાતચીત થતી હતી. ૨૨મી જાન્યુઆરીના દિવસે આરોપી યુવક બંગાળથી અમદાવાદ આવ્યો હતો અને સગીરાના ઘરે જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં તેને ભગાડીને લઈ ગયો હતો. જે અંગે વેજલપુર પોલીસને જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.
સગીરાના માતા-પિતા નોકરી કરતા હોવાથી આરોપી યુવકે એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બે-ત્રણ મહિના અગાઉ પણ સગીરાના ઘરે આવ્યો હતો અને તે સમયે પણ તેણે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. સગીરા ગુમ થયાની ફરિયાદ મળતાં જ પોલીસે ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપી તેના ઘરે આવતા અને બાદમાં સગીરાને લઈ જતા નજરે પડ્યો હતો. જેથી પોલીસે વધુ તપાસ કરતા સગીરા અને આરોપી બંને કવિ ગુરુ એક્સપ્રેસમાં બેસીને બંગાળ જવા માટે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો છે.
સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જાેકે તેણે અન્ય કોઈ યુવતીઓને આ રીતે ભોગ બનાવી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.




