
જંગલમાં પણ મળશે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ.એલોન મસ્કની જીંટ્ઠઙ્મિૈહા સાથે રાજ્ય સરકારના કરાર.નર્મદા-દાહોદ જેવા આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટીની ક્રાંતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને શિક્ષણ સુધરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત ૨૦૪૭ અને ડિજિટલ ઇન્ડિયાના મહત્વકાંક્ષી સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે એક ઐતિહાસિક અને આધુનિક કદમ ઉઠાવ્યું છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની કંપની હવે ગુજરાતના ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોને ડિજિટલ દુનિયા સાથે જાેડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે એલોન મસ્કની સ્પેસએક્સની પેટાકંપની સ્ટારલિંક સાથે પરસ્પર સહયોગ માટેના કરાર કર્યા છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં લેટર ઓફ ઈન્ટેન્ટ (ન્ર્ૈં) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પહેલ રાજ્યના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મોટો માઈલસ્ટોન સાબિત થશે. આ મહત્વપૂર્ણ સહયોગનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના એવા દુર્ગમ વિસ્તારોમાં હાઈ-સ્પીડ કનેક્ટિવિટી પહોંચાડવાનો છે જ્યાં મોબાઈલ ટાવર નેટવર્ક ઓછું છે અથવા નથી.
સ્ટારલિંક પોતાની અદ્યતન સેટેલાઇટ ટેક્નોલોજી દ્વારા છેવાડાના માનવી સુધી ઇન્ટરનેટ પહોંચાડશે. સરકારના આયોજન મુજબ, શરૂઆતમાં નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અને આદિવાસી વિસ્તારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ તેને અન્ય વિસ્તારોમાં વિસ્તારવામાં આવશે.
સરકાર અને સ્ટારલિંક વચ્ચેના આ ગઠબંધનથી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ આવશે. અંતરિયાળ ગામોની સરકારી શાળાઓને સ્માર્ટ કનેક્ટિવિટી થી જાેડવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ આધુનિક શિક્ષણ મેળવી શકે. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને હાઈ-સ્પીડ નેટવર્કથી જાેડીને ટેલિ-મેડિસિન સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ કરાર મહત્વનો છે. પોલીસ આઉટપોસ્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ અને વન્યજીવ અભયારણ્યોમાં રિયલ ટાઈમ ડેટા માટે મજબૂત નેટવર્ક ઉભું કરાશે. ઈ-ગવર્નન્સના માધ્યમથી કોમન સર્વિસ સેન્ટર દ્વારા સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને ઝડપથી મળશે. ગુજરાતના જીઆઈડીસી પાર્ક્સ અને મેરિટાઈમ સેક્ટરમાં પણ કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનશે.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૨૫માં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સ્પેસએક્સના વાઈસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયર સાથે બેઠક યોજી હતી. આ ન્ર્ૈં તે બેઠકની જ ફલશ્રુતિ છે.
આ પ્રોજેક્ટના અમલીકરણ અને દેખરેખ માટે સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓનું એક જાેઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવશે.
આ ઐતિહાસિક કાર્યક્રમમાં સ્ટારલિંક ઈન્ડિયાના હેડ પ્રભાકર જયકુમાર અને ગુજરાત સરકાર વતી ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપે દસ્તાવેજાેની આપ-લે કરી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. સરકારના આ પગલાથી ગુજરાત ડિજિટલ ક્રાંતિમાં દેશનું નેતૃત્વ કરશે તે નક્કી છે.




