
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે વર્ગ-૩ ના ટેકનિકલ આસિસ્ટન્ટ, લેબ આસિસ્ટન્ટ, કેશ વિભાગ ના કર્મચારીઓ અને વર્ગ-૪ ના સફાઈ કામદાર, આયા, વોર્ડ બોય ની જગ્યાઓ કોન્ટ્રાક્ટ ધ્વારા ભરવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટની જગ્યામાં જેટલા કામદારોની જરૂરિયાત હોય તેના કરતાં ઓછા કામદારો રોકી વોર્ડ અને અન્ય વિભાગોમાં સફાઈની કામગીરી યોગ્ય રીતે થતી નથી અને કોન્ટ્રાકટર અને સિવિલ હોસ્પિટલ સુરત ના જવાબદાર અધિકારીઓના મેળાપીપણામાં સરકારી નાણાંની ઉપાચત થાય છે. હોસ્પિટલ માં રોજ ના કેટલા કર્મચારીઓ ને ફરજ માટે લેવા તેના કોઈ ધારા-ધોરણ નક્કી નથી. નવી સિવિલ હોસ્પિટલ સુરત ના નિવાસી તબીબી અધિકારી અને કોન્ટ્રાકટરના માણસો તેમજ નવી સિવિલ હોસ્પિટલના નિવૃત્ત થયેલા કર્મચારીઓ જેઓ હાલમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવે છે. તે સૌના મેળાપીપણામાં આ હાજરી કૌભાંડ કરી સરકારી નાણાંનો દૂર વ્યય અને ઉપાચત થાય છે. આ કર્મચારીઓની રોજીંદી કેટલી જરૂરિયાત છે અને કેટલા કર્મચારીઓને ફરજ પર લેવામાં આવ્યા છે તેના આંકડા ફરજના બીજા દિવસે નક્કી કરવામાં આવે છે. જેથી કર્મચારીએ આગલા દિવસે ફરજ બજાવી છે કે કેમ તે નક્કી થઈ શકે નહીં. અને કોઈને નક્કી
કરવામાં રસ પણ નથી.
નવી સીવીલ હોસ્પિટલ સુરતના કર્મચારીઓ, અધિકારીઓ સહુને તેઓના હોદ્દા પ્રમાણે ભાગ મળી જાય છે.
કર્મચારીઓની રોજીંદી હાજરી અંગેની ઘનિષ્ટ તપાસ કરાવવા અને જવાબદારો સામે પગલાં લેવા અખિલ ભારતીય
સફાઈ મજદૂર કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શશિકાંત કે. સોલંકીની માંગણી છે.




