
શ્રીલંકાને ડરાવવા નીકળ્યું હતું અમેરિકા, કોલંબોએ આપી દીધો જડબાતોડ જવા શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિથા હેરાથ રાયસીના ડાયલોગમાં સામેલ થવા માટે રાજધાની દિલ્હી આવેલા હતા.
ઈરાનના જહાજને ટોર્પીડો એટેકથી ખતમ કરનારા અમેરિકાને શ્રીલંકાએ જડબાતોડ જવાબ આપી દીધો છે. હકીકતમાં સમાચાર આવ્યા હતા કે અમેરિકા કોલંબો પર આ વાતને લઈને પ્રેશર બનાવી રહ્યું છે કે તે આઈઆરઆઈએસ દીના જહાજ પર હુમલા બાદ ઘાયલ બચેલા ઈરાની સૈનિકોને પાછા ન જવા દે. જાે કે હવે શ્રીલંકાના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કહી દીધું છે કે ઈરાની સૈનિકોના મામલામાં તેઓ કોઈના પ્રેશરમાં નહીં આવે અને તેમના તમામ ર્નિણયો આંતરરાષ્ટ્રીય કાયદાના આધાર પર જ લેવાશે.
હકીકતમાં જાેઈએ તો, શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિથા હેરાથ રાયસીના ડાયલોગમાં સામેલ થવા માટે રાજધાની દિલ્હી આવેલા હતા. જ્યાં તેમને પૂછવામાં આવ્યું કે શું શ્રીલંકા ઈરાની જહાજના કર્મચારીઓને પાછા મોકલશે કે અમેરિકાના કહેવા પર કોઈ અલગથી પગલાં ઉઠાવશે? તો તેમણે સ્પષ્ટ કહ્યું કે, સરકાર આ સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાનૂન અને માનવીય સિદ્ધાંતોનું પાલન કરી રહી છે.
અમેરિકી પનડુબ્બીએ હિંદ મહાસાગરમાં શ્રીલંકાના દક્ષિણી બંદર શહેર ગાલેથી લગભગ ૧૯ નોટિકલ માઈલ દૂર ઈરાની જહાજ આઈઆરઆઈએસ દીનાને ટોર્પીડોથી ટાર્ગેટ બનાવી ડૂબાવી દીધું. આ હુમલામાં ૮૭ ઈરાની નૌસૈનિકોના મોત થયા છે.
કહેવાય છે કે આ કાર્યવાહી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ઈરાન વિરુદ્ધ વધતા સૈન્ય અભિયાનનો ભાગ માનવામાં આવે છે. અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે આ હુમલાને ક્વાઈટ ડેથ ગણાવી દીધું. શ્રીલંકાના શરણમાં બીજું પણ એક જહાજ છે.
આ દરમ્યાન ઈરાનના એક અન્ય નૌસૈનિક સહાયક જહાજ આઈઆરઆઈએસ બૂશહર શ્રીલંકાના વિશેષ આર્થિક ક્ષેત્રમાં ફસાઈ ગયું છે. શ્રીલંકન અધિકારીઓએ જહાજના ૨૦૮ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત ઉતારવાનું શરૂ કરી દીધું છે અને તેમને અસ્થાયી રીતે પોતાના કંટ્રોલમાં લઈ લીધા છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિશાનાયકે કહ્યું કે તેમના દેશની માનવીય જવાબદારી જ સંકટમાં ફસાયેલા નૌસૈનિકોને મદદ આપવામાં આવશે.




