રિસર્ચ પોપ્યુલર સાયન્સ જર્નલ PLOS Medicine માં પ્રકાશિત થયું લાંબા સમય સુધી બેસી રહેવાથી કેન્સરનું જાેખમ વધે છે : સ્ટડી સ્લો વોકિંગ, સીડી ચઢવી અથવા ઘરકામ જેવી હળવી કસરતથી કેન્સરનું જાેખમ ૧૨ ટકા ઓછું કરી શકાય ઓફિસમાં કલાકો સુધી સતત ખુરશી પર બેસીને કામ કરવું હવે માત્ર કમર કે ગરદનના દુખાવા પૂરતું જ સીમિત નથી રહ્યું. નવા સ્ટડી અનુસાર, એક વખતમાં ૩૦ મિનિટથી વધુ સમય સુધી સતત બેસી રહેવાની આદત કેન્સરથી મૃત્યુના વધેલા જાેખમ સાથે સંકળાયેલી હોઈ શકે છે.સ્લો વોકિંગ, સીડી ચઢવી અથવા ઘરકામ જેવી હળવી કસરતથી કેન્સરનું જાેખમ ૧૨ ટકા ઓછું કરી શકાયઆ રિસર્ચ પોપ્યુલર સાયન્સ જર્નલ PLOS Medicine માં પ્રકાશિત થયું છે. રિસર્ચસે યુકે બાયોબેન્કમાં નોંધાયેલા ૯૧,૦૦૦થી વધુ લોકોના ડેટાનું વિશ્લેષણ કર્યું. આ રિસર્ચમાં ભાગ લેનારાઓએ એક અઠવાડિયા સુધી હાથમાં એક્ટિવિટી ટ્રેકર પહેર્યા હતા અને ત્યારબાદ તેમની હેલ્થ પર એવરેજ ૧૨ વર્ષ સુધી નજર રાખવામાં આવી હતી.સ્ટડીમાં જાણવા મળ્યું કે દિવસ દરમિયાન ૩૦ મિનિટથી વધુ સમય સુધી એકધારું બેસી રહેવું અથવા સુસ્ત સ્થિતિમાં રહેવું કેન્સરથી મૃત્યુના વધેલા જાેખમ સાથે જાેડાયેલું હતું. સતત નિષ્ક્રિયતાના દરેક વધારાના એક કલાક સાથે કેન્સરથી મૃત્યુનું જાેખમ અંદાજે ૧૦ ટકા વધતું જાેવા મળ્યું.આ જાેખમ ઘટાડવા માટે ભારે કસરત જ જરૂરી નથી. સતત બેસી રહેવાથી મેટાબોલિઝમ, ઈન્સ્યુલિન રિઝિસ્ટન્સ અને ઈન્ફ્લેમેશન સંબંધિત સમસ્યાઓ થતી હોવાનું સામે આવ્યું હતું.જાે દરરોજ એક કલાક લાંબા સમય સુધી બેસી રહેવાને બદલે હળવી શારીરિક હિલચાલ જેમ કે સ્લો વોકિંગ, ઓફિસમાં થોડું ફરવું, સીડી ચઢવી અથવા ઘરકામ કરવામાં આવે તો કેન્સરથી મૃત્યુનું જાેખમ આશરે ૧૨ ટકા ઓછું જાેવા મળ્યું. જાે એક કલાક કસરત કરવામાં આવે તો વધુ લાભ થઈ શકે છે.





