
ખુશીએ રેપરની વાત પર હજું સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી ખુશી કપૂરના બોલ્ડ લૂક પર રેપર ભડક્યો: આપ્યું વિવાદાસ્પ નિવેદન
એક્ટ્રેસના આવા ઢંગધડા વગરના કપડાં જાેઈને સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે રીતસર કોમેન્ટમાં ટોણા માર્યા સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્ઝર અને એક્ટ્રેસ ખુશી મુખર્જી પોતાના બોલ્ડ અને બેબાક અંદાજને કારણે ચર્ચામાં રહે છે. વિચિત્ર આઉટફિટ્સ પહેરીને નીકળે ત્યારે ટ્રોલ પણ થાય છે. હવે એક્ટ્રેસના બોલ્ડ લુક પર જાણીતા રેપર અને સિંગર સેટ્ટી શર્માનો ગુસ્સાનો જ્વાળામુખી ફાટ્યો છે. ખુશી તાજેતરમાં જ મુંબઈના રસ્તા પર વિચિત્ર આઉટફિટ સાથે જાેવા મળી હતી. પાપારાઝીને પોઝ આપતા વારંવાર પોતાના કપડાને વ્યવસ્થિત કરતી તે જાેવા મળી હતી. એક્ટ્રેસના આવા ઢંગધડા વગરના કપડાં જાેઈને સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે રીતસર કોમેન્ટમાં ટોણા માર્યા છે. એક્ટ્રેસ ખુશીના આઉટફીટની નોંધ લઈને રેપર અને જાણીતા ગાયક સેટ્ટી શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એનો ફોટો શેર કરીને કેપ્શનમાં ગુસ્સો વ્યક્ત કર્યાે હતો.
જાહેર સ્થળ પર બોલ્ડનેસનો દેખાડો કરતી એક્ટ્રેસને રેપરે ટોણો માર્યાે હતો. રેપરે લખ્યું હતું કે, આવી છોકરીઓને કારણે દેશમાં રેપ કેસ વધે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ બાળકો પણ કરી રહ્યા છે તેથી આપણે હંમેશા એવું કોન્ટેટ પોસ્ટ કરવું જાેઈએ જે સમાજ માટે શ્રેષ્ઠ હોય, જેમાં અશ્લિલતા ન હોય. પ્લેટફોર્મ અને જવાબદાર લોકોએ પણ આ વિષય પર ધ્યાન આપવું જાેઈએ.રેપરે ઉમેર્યુ હતું કે, સોશિયલ મીડિયા પર આ રીતે શરીર ઉઘાડું પડે એવા કપડાં પહેરવા યોગ્ય નથી. આવા કોન્ટેટ માટે કડક નિયમ હોવા જાેઈએ. દીદી આપને વિનંતી કરૂ છું કે, આપણી આવનારી પેઢીનું ભવિષ્ય ખરાબ ન કરો. ખુશીને લઈને રેપરે કરેલી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર જાેરશોરથી વાયરલ થઈ રહી છે. સિંગરની વાત સાથે કેટલાક લોકો સહમતી પણ દર્શાવી રહ્યા છે. બીજી તરફ કેટલાક એવા પણ લોકો છે જેમનું એવું કહેવું છે કે, મહિલાએ શું પહેરવું અને શું ન પહેરવું એ એમનો વ્યક્તિગત ર્નિણય હોઈ શકે છે. ખુશીએ રેપરની આ વાત પર હજું સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.




