
કોવિડ પછી પહેલી વખત યૂએઈ-ગલ્ફ દેશોમાં ઇદ પર કોઈ બોલિવૂડ રિલીઝ નહીં ધુરંધર અને બોર્ડર ૨ પર પ્રતિબંધ, રાજાસાબના ધબડકા અને ટોક્સિક-જન નાયગન પાછી ઠેલાતાં ૧૫ મિલિયન ડોલરનું નુકસાન ઇદ દુનિયાભરમાં ખાસ કરીને યુનાઇટેડ આરબ અમીરાત અને ગલ્ફ પ્રદેશો માટે ખુબ જ મહત્વનો તહેવાર છે. આ તહેવાર સાથે મોટી ફિલ્મ રિલીઝ પણ જાેડાયેલી રહે છે, ખાસ કરીને બોલિવૂડ ફિલ્મો, જે આ વિસ્તારમાં સામાન્ય રીતે ખુબ સારું પ્રદર્શન કરે છે. પરંતુ છેલ્લા છ વર્ષમાં પહેલીવાર એવી સ્થિતિ ઉભી થઈ છે કે ઇદના તહેવાર પર આ દેશોમાં કોઈ હિન્દી ફિલ્મ રિલીઝ નહીં થાય. છેલ્લી વખત આવી સ્થિતિ ૨૦૨૦માં કોવિડ પેન્ડેમિક દરમિયાન જાેવા મળી હતી.આ વર્ષની સૌથી મોટી બોલિવુડ ઈદ રિલીઝ ‘ધુરંધર: ધ રિવેન્જ’ ફિલ્મને માનવામાં આવે છે, પરંતુ પહેલી ફિલ્મની જેમ આ સિક્વલને પણ ગલ્ફ દેશોમાં રિલીઝ કરવાની મંજૂરી મળવાની શક્યતા ઓછી છે.
બીજી તરફ, ‘ટોક્સિક’ ફિલ્મ પણ ‘ધુરંધર’ સાથે રિલીઝ થવાની હતી, પરંતુ ઇરાન-અમેરિકા તણાવને કારણે તેની રિલીઝ ૪ જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે.આ અંગે ઇન્ડસ્ટ્રીના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર છેલ્લા છ મહિનાથી મધ્યપૂર્વમાં ભારતીય ફિલ્મોની બોક્સ ઓફિસ આવકમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. તાજેતરમાં બોક્સ ઓફિસ પર સફળ રહેલી ‘બોર્ડર ૨’ અને ‘ધુરંધર’નો પહેલો ભાગ પણ ગલ્ફ દેશોમાં રિલીઝ થયા નહોતા. જ્યારે છેલ્લે રિલીઝ થયેલી સાઉથની ફિલ્મોએ પણ અહીં ખાસ પ્રદર્શન કર્યું નથી, માત્ર ‘કાંતારા: અ લેજન્ડ ચેપ્ટર – ૧’એ આશરે ૪ મિલિયન ડોલરની કમાણી કરી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ‘ટોક્સિક’ અને વિજય થલપથીની છેલ્લી ફિલ્મ ‘જના નાયગન’ પાસેથી ઘણી આશા હતી, પરંતુ રાજકીય કારણોસર ‘જના નાયગન’ની રિલીઝ અનિશ્ચિત સમય સુધી માટે મુલતવી રાખવામાં આવી છે.આ દરમિયાન ‘ધ રાજાસાબ’ ફિલ્મે ગલ્ફ દેશોમાં માત્ર ૦.૪૫ મિલિયન ડોલરની ઘણી ઓછી કમાણી કરી શકી. ‘કાંતારા’ પછી ભારતીય ફિલ્મોમાંથી માત્ર બે ફિલ્મો ‘સર્વમ માયા’ અને ‘એકૉ’એ સન્માનજનક કમાણી કરી હતી. આ ફિલ્મોએ યુએઈમાં અનુક્રમે ૨.૬ મિલિયન અને ૧.૨ મિલિયન ડોલરની કમાણી કરી હતી.પરંતુ આ આંકડા ૨૦૨૫ની ઇદ પર આવેલી ‘ન્૨ એમ્પુરાન’ના આંકડાથી ખુબ ઓછા છે, જેણે માત્ર યૂએઈમાંથી જ ૬.૩ મિલિયન ડોલર કમાયા હતા. એ જ રીતે ‘લોકાહ: ચેપ્ટર ૧ – ચંદ્રા’, ‘સૈયારા’ અને ‘કૂલી’ ફિલ્મોએ ગલ્ફ વિસ્તારમાં અનુક્રમે ૮.૫ મિલિયન, ૫.૯ મિલિયન અને ૪.૪ મિલિયન ડોલરની કમાણી કરી હતી. જાે ‘ધુરંધર’નો પહેલો ભાગ ગલ્ફમાં રિલીઝ થયો હોત, તો તે ૫-૬ મિલિયન ડોલર સુધી કમાણી કરી શક્યો હોત. ઇન્ડસ્ટ્રીના એક સુત્રે જણાવ્યું, “ધુરંધર: ધ રિવેન્જ વધુ મોટી ફિલ્મ હોવાથી તે ગલ્ફ વિસ્તારમાં લગભગ ૭-૮ મિલિયન ડોલર સુધી કમાણી કરી શકતી હતી.”ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે કહ્યું, “યૂએઈ અને ગલ્ફ દેશો વિદેશી બોક્સ ઓફિસમાં મોટો ફાળો આપી શકે છે. ફિલ્મ પ્રમાણે આ આંકડો બદલાય છે. મલ્ટિપ્લેક્સ અને નવા સ્ક્રીન વધતા બજારને ઘણો વેગ મળ્યો છે. સાથે સાથે ફિલ્મોની ગુણવત્તા પણ સુધરી. અહીં ભારતીય, બાંગ્લાદેશી, પાકિસ્તાની અને શ્રીલંકન પ્રેક્ષકો મોટી સંખ્યામાં આપણી ફિલ્મો જાેતાં થયાં છે. અરબ દર્શકો પણ ભારતીય ફિલ્મો પસંદ કરે છે.” ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “મધ્યપૂર્વમાં ઇદ ખૂબ મોટો તહેવાર છે અને દુ:ખની વાત એ છે કે આ વખતે ત્યાં કોઈ મોટી ભારતીય ફિલ્મ રિલીઝ થવાની નથી.




