
ફિલ્મમાં જેનેલિયા દેશમુખ અને રામ્યા કૃષ્ણન હશે રામ ગોપાલ વર્માએ એપ્રિલ ૨૦૨૬થી સરકાર ૪ શરૂ કરવાની જાહેરાત કરી
“હું ‘સરકાર ૪’ પણ બનાવી રહ્યો છું. આ ફિલ્મનું કામ હું આવતા મહિને શરૂ કરીશ” : રામ ગોપાલ વર્મા
ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ પોતાની આગામી ફિલ્મો વિશે એક ચોંકાવનારો દાવો કર્યાે છે. તેમણે કહ્યું છે કે તેમની આગામી ફિલ્મ સિન્ડિકેટ દ્વારા તેઓ “પોતાના બધા પાપ ધોઈ નાખશે” અને આ ફિલ્મ દરેકને આશ્ચર્યમાં મૂકી દેશે. સાથે જ તેમણે ખાતરી આપી છે કે સરકાર ૪નું શૂટિંગ એપ્રિલ ૨૦૨૬માં શરૂ થવાનું છે.રેડ લૉરી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬ના પ્રથમ દિવસે તેમની કલ્ટ ફિલ્મ શિવા (૧૯૯૦)ના સ્ક્રીનિંગ પહેલાં રામ ગોપાલ વર્માએ એક રસપ્રદ સેશનમાં દર્શકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને તેમની આવનારી ફિલ્મો વિશે પૂછવામાં આવ્યું હતું, જેમાં તેમણે કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા કર્યા અને દર્શકો તથા ચાહકોમાં ઉત્સાહ જગાવ્યો.રામ ગોપાલ વર્માએ કહ્યું, “ઘણા સમય પછી હું તાજેતરમાં મુંબઈ પાછો આવ્યો છું. મેં નક્કી કર્યું કે હવે બસ, ઘણું થઈ ગયું. કદાચ આ વાત થોડી અહંકારભરી લાગશે, પરંતુ આ ફિલ્મ દ્વારા મેં નક્કી કર્યું છે કે હું મારા બધા પાપ ધોઈ નાખીશ! આ ફિલ્મ દરેકને ચોંકાવી દેશે. ફિલ્મનું નામ છે ‘સિન્ડિકેટ’.”તેમણે આગળ વધુ એક જાહેરાત કરતાં કહ્યું: “હું ‘સરકાર ૪’ પણ બનાવી રહ્યો છું. આ ફિલ્મનું કામ હું આવતા મહિને શરૂ કરીશ.”“આવું નિવેદન આપ્યા પછી તમારે એક કહેવત પણ યાદ રાખવી જાેઈએ – સારા પુડિંગની નિશાની તે બધું જ ખવાઈ જાય એમાં જ છે.” સિન્ડિકેટ અને સરકાર ૪ સિવાય રામ ગોપાલ વર્મા પાસે વધુ એક ફિલ્મ પણ છે – ‘પોલીસ સ્ટેશન મેં ભૂત’. આ ફિલ્મમાં તેઓ ફરી એકવાર અભિનેતા મનોજ બાજપેયી સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં જેનેલિયા દેશમુખ અને રામ્યા કૃષ્ણન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળશે.




