
KKRને વધુ એક મોટો ઝટકો. KKR ને વધુ એક મોટો ઝટકો.પથિરાણા હાલમાં ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. IPL 2026 શરૂ થાય તે પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા બાદ હવે શ્રીલંકાનો ફાસ્ટ બોલર મથેશા પથિરાણા સીઝનની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ ગયો છે. પથિરાણા હાલમાં ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે અને એપ્રિલના મધ્ય સુધીમાં જ ટીમમાં જાેડાઈ શકશે. KKRના મુખ્ય કોચ અભિષેક નાયરે પોતે આ પુષ્ટિ કરી છે.
શ્રીલંકાના ઝડપી બોલર મથેશા પથિરાણાની ફિટનેસ અંગે અપડેટ આપતા કોલકાતા નાઈટ રાઈડર્સ મુખ્ય કોચ અભિષેક નાયરે જણાવ્યું હતું કે તે IPL 2026ની શરૂઆતની મેચોમાં રમી શકશે નહીં. ૨૦ માર્ચે એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા નાયરે ઉલ્લેખ કર્યો હતો કે KKR શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સાથે સતત સંપર્કમાં છે, નવી અપડેટ્સ અનુસાર, પથિરાણા એપ્રિલના મધ્ય સુધીમાં સંપૂર્ણપણે ફિટ થવાની અપેક્ષા છે. તે પછી જ તે ટીમમાં જાેડાઈ શકશે.
તેમણે કહ્યું, પથિરાણા હાલમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સાથે છે અને તેમની દેખરેખ હેઠળ રિહેબમાંથી પસાર થઈ રહ્યો છે. અમારી તાજેતરની વાતચીતના આધારે તે એપ્રિલના મધ્ય સુધીમાં મેચ રમવા માટે સંપૂર્ણપણે ફિટ થઈ જશે. આ અમને અત્યાર સુધી મળેલી માહિતી છે. આ બોર્ડ તરફથી અમને મળેલી અપડેટ છે.
દ્ભદ્ભઇ માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે ટીમ પહેલાથી જ અનેક ઈજાગ્રસ્ત ખેલાડીઓ સાથે ઝઝૂમી રહી છે. પથિરાનાને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો અને ફ્રેન્ચાઇઝીએ મીની-ઓક્શન દરમિયાન ૧૮ કરોડમાં ખરીદ્યો હતો. સીઝન માટે હર્ષિત રાણાની ઉપલબ્ધતા પણ અનિશ્ચિત છે. પરિણામે પથિરાના બહાર થતા KKRનું પેસ બોલિંગ આક્રમણ નોંધપાત્ર રીતે નબળું પડે છે.




