ગુસ્સામાં ટ્રમ્પની પ્રચંડ હુમલા કરવાની ધમકી ઈરાનના હુમલાઓમાં વધુ ૩ અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ ઈરાનના ચાબહાર અને તબરીઝ સહિતના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયો છે. ઉત્તરી ઈરાકમાં ઈરાની ડ્રોનના અવિસ્ફોટિત બોમ્બને નિષ્ક્રિય કરતી વખતે થયેલા વિસ્ફોટમાં એક અમેરિકન સૈનિકનું મોત નીપજ્યું છે અને એક જવાન ગંભીર રીતે ઘવાયો છે.
આ ઘટનાથી ક્રોધે ભરાયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ યુએસ સેનાએ ઈરાનના અનેક મહત્ત્વપૂર્ણ સૈન્ય ઠેકાણા પર ભીષણ હવાઈ હુમલા ઝીંકી દીધા છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ રવિવારે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૮ જુલાઈના રોજ ઉત્તરી ઈરાકમાં તોડી પાડવામાં આવેલા ઈરાનના ‘વન-વે એટેક ડ્રોન‘ના વિસ્ફોટક સાધનોને નિયંત્રિત રીતે નષ્ટ કરવાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. આ ઘટના સાથે જ છેલ્લા ૫ મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં જીવ ગુમાવનારા અમેરિકી સૈનિકોની સંખ્યા વધીને ૧૭ થઈ ગઈ છે. ઝ્રઈદ્ગ્ર્ઝ્રંસ્ અનુસાર, સૈનિકોની ઓળખ હાલ ગુપ્ત રાખવામાં આવી છે.
બનાવના કલાકોમાં જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય કાર્યવાહીનો આદેશ આપતાં કહ્યું કે, “અમેરિકાએ આજે રાત્રે ઈરાન પર ખૂબ જ આકરો પ્રહાર કર્યો છે.” યુએસ સૈન્યએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા વ્યસ્ત દરિયાઈ માર્ગોમાં કોમર્શિયલ જહાજાે પર હુમલો કરવાની ઈરાનની ક્ષમતાઓને નષ્ટ કરવા આ એરસ્ટ્રાઈક કરી છે. આ હુમલા બાદ દક્ષિણ-પૂર્વ બંદર શહેર ચાબહાર અને ઉત્તર-પશ્ચિમ શહેર તબરીઝમાં જાેરદાર વિસ્ફોટ સંભળાયા હતા, જેના પગલે નજીકના કોનાર્કમાં ઈરાને પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે.
બીજી તરફ, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે જાેર્ડનના અલ-અઝરાક વિસ્તારમાં આવેલા અમેરિકી સેનાના હાઉસિંગ બેઝ અને ૨૦ હેંગરો પર સચોટ મિસાઈલ હુમલા કર્યા છે, જેમાં ડઝનબંધ અમેરિકી સૈનિકો માર્યા ગયા છે (CENTCOM) એ આ ક્ષેત્રની ગુપ્ત માહિતી પૂરી પાડવા બદલ જાેર્ડનના સ્થાનિક નાગરિકો અને સૈનિકોનો આભાર પણ માન્યો છે. આ ઉપરાંત અકાબા એરપોર્ટ પર ઉભેલા અમેરિકી સેનાના વિમાનોને પણ નષ્ટ કર્યાનો ઈરાને દાવો કર્યો છે.
સંઘર્ષ આગળ વધતાં ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા બે ઓઈલ ટેન્કરોને પણ ઉડાવી દીધા હોવાનો દાવો કર્યો છે. યુદ્ધની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બહરીન સ્થિત અમેરિકી દૂતાવાસે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે અને પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે ઈરાન મનપસંદ મધ્ય વિસ્તારોને નિશાન બનાવી શકે છે. હાલ સમગ્ર ખાડી દેશોમાં યુદ્ધનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.





