
હરિયાણા પોલીસે બાદશાહના.‘તાતીરી’ની ૧૫૪ યૂટ્યુબ વિડિયો અને ૭૦૩ ઇન્સ્ટાગ્રામ રીલ્સ હટાવી.ગયા અઠવાડિયે, નેશનલ કમિશન ફોર વીમેને આ ગીતમાં અશ્લીલતા અને અયોગ્ય પ્રસ્તુતિને લઈને બાદશાહ અને તેના નિર્માતાઓને સમન્સ પાઠવ્યા હતા.રેપર-સિંગર બાદશાહનું નવું ગીત ‘તાતીરી’ની રિલીઝ બાદ વિવાદોમાં આવી ગયું હતું. આ ગીતની તેના કથિત અશ્લીલ શબ્દો અને અયોગ્ય વિઝ્યુઅલ્સ માટે ભારે ટીકા થઈ હતી, ખાસ કરીને મહિલાઓ અને સગીરો લગતા સંદર્ભાેને લઈને તેની ટીકા થઈ હતી.વિવાદ વધતા બાદ, બાદશાહએ માફી માંગી હતી અને જણાવ્યું હતું કે ગીતને તમામ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યું છે. હવે તાજી અપડેટ મુજબ, હરિયાણા પોલીસે આ મુદ્દે કડક પગલાં લીધાં છે અને સોશિયલ મીડિયા પરથી મોટા પ્રમાણમાં કન્ટેન્ટ દૂર કરાવ્યું છે.હરિયાણા પોલિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી કુલ ૮૫૭ લિંક્સ દૂર કરવામાં આવી છે, જેમાં ૧૫૪ યૂટ્યુબ વિડિયો અને ૭૦૩ ઇન્સ્ટાગ્રામ રીલ્સનો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ મોકલીને આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગીતનાં તમામ વર્ઝન, રી-અપલોડ્સ અને શોર્ટ ક્લિપ્સ દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી.હરિયાણા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અજય સિંઘલે જણાવ્યું હતું કે મહિલાઓ અને સગીરોના ગૌરવને ઠેસ પહોંચાડતું કોઈપણ કન્ટેન્ટ રાજ્યમાં ચલાવી લેવામાં નહીં આવે. આવા કેસોમાં સંબંધિત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક અથવા પ્રતિબંધિત કરવામાં આવી શકે છે અને વારંવાર ભંગ કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.‘તાતીરી’ એક હરિયાણવી હિપ-હોપ ગીત છે, જે ૧ માર્ચ ૨૦૨૬ના રોજ રિલીઝ થયું હતું. આ ગીત બાદશાહ અને સિંગર સિમરન જાગલાન દ્વારા ગાવામાં આવ્યું હતું. ગીતના શબ્દો બાદશાહએ લખ્યા છે, જ્યારે સંગીત હિતેન દ્વારા આપવામાં આવ્યું છે. આ ગીતનો મ્યુઝિક વિડિયો માહી સંધુ અને જાેબન સંધુ દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે.ગયા અઠવાડિયે, નેશનલ કમિશન ફોર વીમેને આ ગીતમાં અશ્લીલતા અને અયોગ્ય પ્રસ્તુતિને લઈને બાદશાહ અને તેના નિર્માતાઓને સમન્સ પાઠવ્યા હતા





