હનુ-માન ૨માં મોટો ફેરફાર.નવા હીરો અને દિગ્દર્શક સાથે હનુ-માન ટુ બનાવવામાં આવશે.‘હનુ-માન ટુ: ધ રાઈઝ ઓફ વાનર્સ’માં વૈષ્ણવ તેજ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે, વી. આનંદ સંભાળશે દિગ્દર્શન.વર્ષ ૨૦૨૪ની ઐતિહાસીક બ્લોકબસ્ટર ફિલ્મ ‘હનુ-માન’ની અપાર સફળતા પછી સર્જકોએ તેની સીક્વલ ‘હનુ-માન ટુ: ધી રાઈઝ ઓફ વાનર્સ’ની સત્તાવાર જાહેરાત કરી છે. પ્રશાંત વર્માના સિનેમેટીક યુનિવર્સની આ આગામી ફિલ્મમાં મોટો ફેરફાર કરીને મુખ્ય અભિનેતા તેજા સજ્જાના સ્થાને પંજા વૈષ્ણવ તેજને કાસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે દિગ્દર્શનની કમાન વી.આનંદ સંભાળશે. ફર્સ્ટ લૂક પોસ્ટરમાં ભગવાન હનુમાનની વિશાળ આકૃતિ સાથે એક રહસ્યમય ફેન્ટસી દુનિયાની ઝલક જાેવા મળે છે. ભારતીય પૌરાણિક કથાઓ પર આધારીત ફિલ્મોનો ક્રેઝ હાલમાં ચરમસીમાએ છે. એક તરફ ‘રામાયણ’ વિશ્વભરમાં રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે અને પ્રશાંત વર્મા પોતે ઋષભ શેટ્ટી સાથે ‘જય હનુમાન’ બનાવી રહ્યા છે, ત્યારે ‘હનુ-માન ટુ’ની જાહેરાતે દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. આ પેન-ઈન્ડિયા ફિલ્મમાં વિનય રાય, વેનેલા કિશોર અને સમુથિરકાની જેવા કલાકારો જાેવા મળશે,જે તેલુગુ ઉપરાંત હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે.




