
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં આપ કાઠું કાઢશે રાજકીય નિરિક્ષકોનુ માનવું છે કે ગત ચુંટણીઓ કરતા ૭થી ૧૦ ટકા મત વધુ મળે તો આપ સર્વત્ર દેખાશે રાજ્કોટ સહિતની પાલિકાઓમાં આપનો દબદબો ચોક્કસ વધશે- કોંગ્રેસ દ્વિતીય ક્રમે – આપના નેતાઓના વધેલા આંટાફેરા ચિત્ર બદલવા માટે પૂરતા છે .
ગુજરાતમાં આગામી દિવસોમાં વિવિધ જીલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓમાં ચુંટણીના બ્યુગલ
ફૂંકવાની ઘડીઓ હવે ગણાઈ રહી છે. એકાદ બે દિવસમાં જ સ્થાનિક સ્વરાજ્યની આ ચુંટણીઓની તારીખો જાહેર
થવાની છે વિવધ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ મેદાનમાં આવી ચુક્યા છે. જો કે આ વખતની ચુંટણી છેલ્લા વર્ષોમાં
રહી છે તેટલી આસાન ભાજપ માટે રહે તેવી કોઈ શક્યતા જણાતી નથી. તેવી જ રીતે આપની આક્રમકતા જોતા
કોંગ્રેસ પક્ષ દ્વિતીય ક્ક્ષાએ રહેવાના બદલે તૃતીય કક્ષાએ ધકેલાઈ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
મળતી આધારભૂત માહિતી પ્રમાણે જો પાંચ વર્ષ પૂર્વે યોજાયેલી ચુંટણીઓના આંકડાઓ ઉપર ફરીવાર એક
નજર નાખવામાં આવે તો આપે હવે મેદાન સર કરવું કોઈ અઘરી બાબત નથી. કારણ કે, જો રાજકોટ મહાનગર
પાલિકાના આંકડાઓ ઉપર નજર નાખવામાં આવે તો આ બાબત સ્પષ્ટ રીતે ઉડીને આંખે વળગી આવે એવી સ્વયં
સ્પષ્ટ છે.
રાજકીય પંડિતોના મતને ધ્યાનમાં લેવામાં આવે તો છેલ્લા કેટલાય વર્ષોથી સ્થાનિક કક્ષાએ ભાજપ સત્તા
ઉપર હોવાના એન્ટી ઈમ્ક્મ્બંસી એટકે કે ઘણા મોટા પ્રમાણમાં લોકોમાં નારાજગી પ્રસરી રહી છે. બીજી બાબત એ છે
કે ભાજપના કાર્યકરો જેટલા સક્રિય છે તેના કરતા અનેકગણી આક્રમકતા આપના કાર્યકરોમાં દેખાઈ રહી છે. જયારે
,કોંગ્રેસ તો ક્યાય હજુ સુધી આખાય પિકચરમાં દેખાતી જ નથી. જેના કરને હાલને તબક્કે ભાજપનો સીધો મુકાબલો
આપની સામે જ હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

રાજકોટના મીડિયા જગતના અગ્રણીઓના જણાવ્યા મુજબ આગામી મહાનગર પાલિકાની ચુંટણીઓ
દરમિયાન રાજકોટ પાલિકાના ઇતિહાસમાં સૌપ્રથમવાર મોટો પડકાર ઉભો થાય તેવા સ્પષ્ટ સંજોગો દેખાઈ રહ્યા છે.
વશ ૨૦૨૧મા યોજાયેલી ચુંટણીઓ કરતા આ વખતની ચુંટણીઓમાં જો આપ સાતથી દસ ટકા મત વધુ લઇ જાય તો
રાજકોટ પાલિકામાં પોતાનું ખાતું શ્રેષ્ટ રીતે ખોલવા માટે સક્ષમ બની શકે તેમ છે. કારણ કે ગત ચુંટણીઓમાં એક બે
નહિ પરંતુ છ વોર્ડમાં ભાજપની સામે આપ બીજા ક્રમનો પક્ષ બન્યો હતો.
સૌથી વધુ નોધપાત્ર બાબત એ છે કે, મહાનગર પાલિકાની ચુંટણીમાં પ્રથમવાર ઝૂકાવવા છતાં આપે સાડા
ત્રણ લાખ જેટલા મત મેળવ્યા હતા. જોવા જઈએ તો ૨૦૨૧ની ચુંટણીમાં વોર્ડ નંબર-૧મા કોંગ્રેસના ઉમેદવારને
૧૩,૮૮૮ અને આપના ઉમેદવારને ૨૧,૪૨૧ જેટલા મત મળ્યા હતા. તેવી જ રીતે વોર્ડ નંબર-૪મા પણ કોંગ્રેસને
૨૭૩૯૧ની સામે આપના ઉમેદવારને ૩૨૦૪૪ મત મળ્યા હતા. જયારે વોર્ડ નંબર ૮માં કોંગ્રેસના ઉમેદવારને
૧૬.૧૯૪ સામે આપના ઉમેદવારને ૨૬,૫૨૨ મત મળ્યા હતા.

આજ રીતે રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૯મા કોંગ્રેસને ૨૧,૪૬૬નિ સામે આપને ૨૧,૬૫૪,
વોર્ડ નંબર ૧૧માં કોંગ્રેસના ઉમેદવારને મલેલા૨૬,૩૯૩ મતની સામે આપને ૩૧,૪૧૨ અને વોર્ડ નંબર ૧૪માં
કોંગ્રેસના ઉમેદવારને મળેલા ૧૬,૧૧૮ મતની સામે આપના ઉમેદવારને ૨૧,૪૬૧ મત મળ્યા હતા.
તેથી જો આગામી ચુંટણીઓમાં મતદાનની સંખ્યા વધે અને તેની ટકાવારી ઉંચી જાય તો સીધી ટક્કર ભાજપ
અને કોંગ્રસના બદલે આપ અને ભાજપની વચ્ચે થવાની પૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. વર્ષ ૨૦૨૧ની ચુંટણીઓમાં
ભાજપે ૧૦,૬૩,૪૬૬ મત મેળવ્યા હતા જયારે કોંગ્રેસે ૪,૮૨,૮૬૫ અને આપે ૩,૪૫,૪૬૬ મત મેળવ્યા હતા.
વર્ષો જૂની કોંગ્રેસ પાર્ટીની સામે આપે પ્રથમ વાર ચુંટણી લડવા સાથે સારું એવું કાઠું કાઢ્યું હતું. જયારે આ વખતે તેની
આક્રમકતા અત્યારથી જ દેખાઈ રહી છે જેની સાથે સાથે કોંગ્રેસ કાર્યકરોની નિષ્ક્રિયતા પણ ઉડીને આંખે વળગે તેવી
છે. આ સમગ્ર બાબતને જોતા તેમજ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓની સ્થિતિ જોતા આપના કાર્યકરોમાં રહેલો
થનગનાટ ચુંટણીનાં પરિણામો બદલી નાખે તો નવી પામવા જેવું નહિ રહે.





