ઇ-ગવર્નન્સ વિભાગની કામગીરી સામે સવાલો.સ્માર્ટ સિટી અમદાવાદના ગાર્ડનોમાં સુરક્ષાના ધજાગરા.૩૨૨માંથી ૨૦૦ બગીચા CCTV વગર, મહિલાઓ અને બાળકોની સુરક્ષા સામે સવાલ.સ્માર્ટ સિટી અમદાવાદમાં નાગરિકોની સુવિધા અને સુરક્ષાના મોટા દાવાઓ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત બગીચાઓની સુરક્ષા વ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. શહેરના ગાર્ડનોમાં દરરોજ મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો, વડીલો અને યુવાનો ફરવા માટે આવે છે, પરંતુ તેમની સુરક્ષા માટે જરૂરી ઝ્રઝ્ર્ફ કેમેરાની વ્યવસ્થા જ અધૂરી હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, છસ્ઝ્ર હસ્તકના કુલ ૩૨૨ ગાર્ડનમાંથી અંદાજે ૨૦૦ બગીચાઓમાં એકપણ ઝ્રઝ્ર્ફ કેમેરો લગાવવામાં આવ્યો નથી. આ સ્થિતિને પગલે નાગરિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડાઓ મુજબ, શહેરના કુલ ૩૨૨ બગીચાઓમાંથી માત્ર ૧૨૨ ગાર્ડનમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ, અંદાજે ૨૦૦ ગાર્ડન કેમેરા વગરના છે. એટલે કે શહેરના ૬૨ ટકાથી વધુ બગીચાઓમાં દેખરેખ માટેની મૂળભૂત વ્યવસ્થા પણ ઉપલબ્ધ નથી.
આ ઉપરાંત, જે ૧૨૨ ગાર્ડનમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા હોવાનો દાવો છે, તેમાંથી કેટલા કેમેરા ખરેખર ચાલુ છે અને કેટલા બંધ છે તેની ચોક્કસ માહિતી પણ ઉપલબ્ધ નથી. પરિણામે બગીચાઓમાં સુરક્ષા વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ અંગે વધુ અનિશ્ચિતતા ઊભી થઈ છે.
આ મામલે AMC ના ગાર્ડન વિભાગ દ્વારા ઇ-ગવર્નન્સ વિભાગને અગાઉ અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બગીચાઓમાં નવા CCTV કેમેરા લગાવવા તેમજ અગાઉથી લગાવેલા કેમેરાની મરામત કરવા માટે પણ પત્રો લખવામાં આવ્યા હતા.
તેમ છતાં મોટાભાગના બગીચાઓમાં CCTV ની વ્યવસ્થા ઊભી થઈ નથી. ગાર્ડન વિભાગની રજૂઆતો છતાં જરૂરી કામગીરી આગળ ન વધતાં ઇ-ગવર્નન્સ વિભાગની કાર્યક્ષમતા સામે સવાલો ઊભા થયા છે.
બગીચાઓ માત્ર મનોરંજનનાં સ્થળો નથી, પરંતુ શહેરના નાગરિકો માટે રોજિંદા જીવનનો મહત્વનો હિસ્સો છે. ખાસ કરીને સવારે અને સાંજે મહિલાઓ, બાળકો તથા વડીલો મોટી સંખ્યામાં અહીં સમય પસાર કરવા આવે છે.
આવા સ્થળોએ CCTV કેમેરા ન હોય તો ચોરી, છેડતી, ઝઘડા કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના બને ત્યારે જવાબદારોની ઓળખ કરવામાં મુશ્કેલી પડી શકે છે. કેમેરા કાર્યરત હોય તો આવી ઘટનાઓની તપાસમાં પોલીસને પણ મદદ મળી શકે છે.
શહેરના જાગૃત નાગરિકો અને આગેવાનોમાં આ સ્થિતિને લઈને નારાજગી જાેવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે સ્માર્ટ સિટીના દાવા માત્ર જાહેરાતો અને પ્રચાર પૂરતા મર્યાદિત ન રહેવા જાેઈએ, પરંતુ જાહેર સ્થળોએ નાગરિકોની સુરક્ષા માટે પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવી જાેઈએ.
નાગરિકોએ AMC તંત્ર પાસે તમામ ૩૨૨ ગાર્ડનમાં CCTV કેમેરા લગાવવા, બંધ કેમેરા તાત્કાલિક શરૂ કરવા અને તેમની નિયમિત જાળવણી માટે કાયમી વ્યવસ્થા ઊભી કરવાની માગ કરી છે.




