ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર.ફેબ્રુઆરી ૨૦૨૭ની SSC અને HSC પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ.નિયમિત, રિપીટર, GSOS અને ખાનગી વિદ્યાર્થીઓએ ભરવાના રહેશે ફોર્મ, http://gseb.org વેબસાઈટ પરથી કરી શકાશે ઓનલાઈન રજિસ્ટ્રેશન.ગુજરાત રાજ્યના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૭માં યોજાનારી બોર્ડ પરીક્ષાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ૪ નવેમ્બર ૨૦૨૬થી શરૂ થયેલી આ પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને ૩ ડિસેમ્બર ૨૦૨૬ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓએ નિયત સમયમર્યાદામાં પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે?
બોર્ડ દ્વારા ધોરણ ૧૦ (SSC) અને ધોરણ ૧૨ (HSC)ની વિવિધ પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પ્રક્રિયામાં નીચેના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે:
ધોરણ ૧૦ (SSC)ના વિદ્યાર્થીઓ
સંસ્કૃત પ્રથમાના વિદ્યાર્થીઓ
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ
ધોરણ ૧૨ વ્યવસાયલક્ષી પ્રવાહ
ધોરણ ૧૨ ઉત્તર બુનિયાદી પ્રવાહ
રિપીટર અને GSOS ના વિદ્યાર્થીઓ
ખાનગી ઉમેદવારો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ?
GSEB સૂચના અનુસાર, નિયમિત ફી સાથે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત ૪ નવેમ્બર ૨૦૨૬થી થઈ છે. જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩ ડિસેમ્બર ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે.મહત્ત્વની તારીખો:ફોર્મ ભરવાની શરૂઆત: ૪ નવેમ્બર ૨૦૨૬
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૩ ડિસેમ્બર ૨૦૨૬
છેલ્લો સમય: રાત્રે ૧૨ વાગ્યા સુધી
કઈ વેબસાઈટ પરથી ભરવાનું રહેશે ફોર્મ?
વિદ્યાર્થીઓ અને શાળાઓએ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર તમામ વિગતો યોગ્ય રીતે ભરવા અપીલ કરવામાં આવી છે.
બોર્ડ પરીક્ષાની તૈયારીની સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ એટલી જ જરૂરી છે. છેલ્લી તારીખ નજીક આવે ત્યારે વેબસાઈટ પર ટ્રાફિક વધી શકે છે. તેથી વિદ્યાર્થીઓએ છેલ્લી ઘડીની મુશ્કેલીથી બચવા માટે સમયસર ફોર્મ ભરી દેવું હિતાવહ છે. ફોર્મ ભરતા પહેલાં તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ચકાસી લેવી જરૂરી છે.




